જન્માષ્ટમીના દિવસે બુધની રાશિમાં મંગળની એન્ટ્રી, 3 રાશિઓ થશે ધનવાન
- આ વર્ષે જન્માષ્ટમી 26 ઓગસ્ટ, 2024ના રોજ છે. 26 ઓગસ્ટના રોજ બપોરે 3.40 વાગ્યે મિથુન રાશિમાં મંગળની એન્ટ્રી થશે. મંગળને જ્યોતિષમાં ઊર્જા, સાહસ, સફળતા અને શક્તિનો કારક માનવામાં આવે છે
જ્યોતિષમાં નવગ્રહોનું વર્ણન છે. દરેક ગ્રહ એક નિશ્ચિત સમયગાળામાં એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આ ક્રમમાં ઓગસ્ટમાં ગ્રહોના સેનાપતિ મંગળ રાશિમાં પ્રવેશ કરશે. ખાસ વાત એ છે કે મંગળનું ગોચર ભગવાન કૃષ્ણને સમર્પિત પર્વ જન્માષ્ટમીના દિવસે થશે. આ વર્ષે જન્માષ્ટમી 26 ઓગસ્ટ, 2024ના રોજ છે. 26 ઓગસ્ટના રોજ બપોરે 3.40 વાગ્યે મિથુન રાશિમાં મંગળની એન્ટ્રી થશે
મંગળને જ્યોતિષમાં ઉર્જા, સાહસ, સફળતા અને શક્તિનો કારક માનવામાં આવે છે. જન્મકુંડળીમાં જો મંગળની સ્થિતિ શુભ હોય તો જાતકને ટોચના સ્થાને પહોંચાડી શકે છે. મંગળ પોતાનું રાશિ પરિવર્તન કરીને મેષથી મીન રાશિ સુધી અસર કરશે. જાણો મંગળના ગોચર પર કઈ રાશિઓને ખૂબ જ લાભ થશે.
મેષ (અ,લ,ઇ)
મેષ રાશિના લોકો માટે મંગળનું ગોચર અત્યંત શુભ રહેવાનું છે. નોકરીની શોધ કરનારા જાતકો માટે આ ગોચર ખાસ ફળદાયી રહેશે. તમારા સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. પરિવારના સભ્યોનો સાથ મળશે. નોકરીની નવી તકો મળશે. વેપારીઓને ફાયદો થશે.
સિંહ (મ,ટ)
સિંહ રાશિના જાતકો માટે મંગળનું ગોચર લાભદાયી રહેશે. સિંહ રાશિના સ્વામી સૂર્ય છે. મંગળ ગોચરના પ્રભાવથી સિંહ રાશિના લોકોને પોતાના દરેક કાર્યમાં સફળતા મળશે. મંગળ ગોચરના સમયગાળામાં નોકરિયાત લોકોને સફળતા મળશે. કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે. ધન લાભના સંકેત છે.
કન્યા (પ,ઠ,ણ)
કન્યા રાશિના જાતકો માટે મંગળનું ગોચર અનુકુળ રહેવાનું છે. તમારા કાર્યસ્થળ પર સકારાત્મક પરિણામો મળી શકશે. નોકરીમાં પ્રમોશન અને આવકમાં વધારાની રાહ જોઈ રહેલા જાતકોને સારા સમાચાર મળશે. ઘરેલુ સુખમાં વધારો થશે. ધનની આવક સારી રહેશે. ભૌતિક સુખ-સંપદામાં પણ વધારો થઈ શકે છે.
આ પણ વાંચોઃ ત્રણ મહિના બાદ શનિનો શતભિષા નક્ષત્રમાં પ્રવેશ, જાણો કોનું ભાગ્ય ચમકશે?