દિલ્હીની આ મેટ્રો સ્ટેશનો પર આજે એન્ટ્રી-એગ્ઝિટ બંધ રહેશે, ઘરેથી નીકળતા પહેલાં પ્લાન બનાવી લો

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: 26 જાન્યુઆરીના રોજ દેશભરમાં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી થવાની છે. દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાનારી પરેડને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ છે. જો તમે આજે દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા હો, તો આ જાણકારી ખાસ ધ્યાનમાં લેવી જરૂરી છે. ગણતંત્ર દિવસની પરેડને કારણે કેટલીક મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી અને એગ્ઝિટ બંધ રાખવામાં આવી છે.
આ મેટ્રો સ્ટેશનો પર રહેશે પાબંદી
-
લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન – ગેટ નંબર 3 અને 4
-
જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન – ગેટ નંબર 3 અને 4
-
ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશન – ગેટ નંબર 1
-
દિલ્હી ગેટ મેટ્રો સ્ટેશન – ગેટ નંબર 1, 4 અને 5
-
કેન્દ્રિય સચિવાલય મેટ્રો સ્ટેશન – ગેટ નંબર 3 અને 4
-
આઈટીઓ મેટ્રો સ્ટેશન – ગેટ નંબર 3, 4 અને 6
મેટ્રો સ્ટેશનો પર પાબંદી શા માટે?
ડીએમઆરસી (DMRC) અનુસાર, 26 જાન્યુઆરીના રોજ સુરક્ષા સાથે કોઈ સમાધાન ન થાય તે માટે આ પાબંદીઓ લાગુ કરવામાં આવી છે. ગણતંત્ર દિવસનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મેટ્રો સ્ટેશનો પર લાગેલી આ પાબંદીઓ દૂર કરવામાં આવશે.
ડીએમઆરસીએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ પહેલેથી જ પોતાની મુસાફરીનું આયોજન કરે અને મેટ્રોની વિશેષ સેવાઓનો લાભ લે.
ગણતંત્ર દિવસના કાર્યક્રમની ઝાંખી
ગણતંત્ર દિવસનો મુખ્ય કાર્યક્રમ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને અંદાજે 90 મિનિટ સુધી ચાલશે. કાર્યક્રમની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર જઈ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
આ પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને મુખ્ય અતિથિ પરંપરાગત બગ્ગીમાં કર્તવ્ય પથ પર પહોંચશે. ત્યારબાદ પરેડ અને અન્ય કાર્યક્રમો યોજાશે. આ વર્ષે ભારતીય સેનાની પ્રથમ વખત રજૂ થતી ‘ચરણબદ્ધ યુદ્ધ રચના’ ખાસ આકર્ષણ રહેશે.
ઉલ્લેખનીય છે કે આ વખતના ગણતંત્ર દિવસ સમારોહમાં યુરોપિયન યુનિયન (EU)ના મુખ્ય નેતાઓ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે, જેમાં યુરોપિયન કમિશનની અધ્યક્ષા ઉર્સુલા વોન ડેર લેને અને યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા સામેલ છે.
આ પણ વાંચો : ભત્રીજીએ લેસ્બિયન સંબંધ બાંધવાની ના પાડી તો કાકીએ ગળું દબાવી હત્યા કરી નાખી












