ગણેશ ચતુર્થીદક્ષિણ ગુજરાત

ગણેશોત્સવને લઈને ભક્તોમાં ઉત્સાહ, ગણેશ મૂર્તિઓ પર પણ જોવા મળ્યો મોંઘવારીનો માર!

Text To Speech

આવનાર દિવસોમાં વિઘ્નહર્તા ગણેશજીનો ગણેશ ઉત્સવ શરૂ થશે. સુરત બાદ હવે, દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં મૂર્તિઓ બનાવનાર બારડોલી ખાતેના મૂર્તિકારો મૂર્તિને આખરી ઓપ આપી દીધો છે. બારડોલી નગરમાં પણ વિઘ્નહર્તાને આવકારવાની તમામ તૈયારીઓ જોરે-શોરે થે રહી છે.

ગણેશજી ની મૂર્તિ પર પણ મોંઘવારીનો માર

સમગ્ર દેશમાં દરેક ચીજ વસ્તુઓમાં હાલ મોઘવારીની અસર જોવા મળી રહી છે, ત્યારે ભગવાન પણ તેમાંથી બાકાત રહ્યા નથી. વિઘ્નહર્તા દેવના ઉત્સવને જયારે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત જીલ્લા ના બારડોલી પંથકમાં મૂર્તિકારો એ શ્રીજી ની મૂર્તિ ને આખરી ઓપ આપી દીધો છે. કોરોના કાળ ના બે વર્ષ બાદ આ વખતે તહેવારોમાં રોનક આવી છે. પરંતુ તેની સાથે જ મૂર્તિઓના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. મૂર્તિકારોનું માનીએ તો, ડીઝલ થી માંડી કાચા માલ અને ટેક્સમાં વધારો થયો છે. જેથી ભાવોની વાત કરી એ તો દર વખત કરતા આ વર્ષે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

ગણપતિ- humdekhengenews

આ પણ વાંચો: પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસસ્થાને દરોડામાં 25 સિક્રેટ દસ્તાવેજો મળ્યા, જાણો કોને કર્યો ખુલાસો?

કોરોના મહામારીની અસર તહેવારોમાં પણ જોવા મળી હતી. પરંતુ આ વર્ષે દરેક તહેવારો અને ગણેશઉત્સવની ઉજવણી શાનદાર રીતે થઈ ર્રહી છે. ગણેશ ઉત્સવ માટેના આયોજક પણ ગણેશની સ્થાપના કરવા આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે અને મૂર્તિઓની ખરીદી પણ રહ્યા છે, હવે ફરી એકવાર એ જ ઉત્સાહ ભક્તો માં જોવા મળી રહ્યો છે.

કોરોનાકાળ કરતા આ વર્ષે 25 હજાર મૂર્તિઓ બનાવાયી

બારડોલી ના તાજપોર નજીક બંગાળી પરિવારો સ્થાયી થયાં છે. કે જેઓ વર્ષ દરમિયાન મૂર્તિ બનાવવા ના વ્યવસાય માજ જોતરાયેલા રહે છે. અને તેઓ ના 30 થી વધુ પરિવારો નું ગુજરાન આ વ્યવસાય ઉપર ચાલે છે. કોરોના કાળ પહેલા અને બાદ માં માંડ છ થી સાત હજાર મૂર્તિ બનાવી રહ્યા હતા. જ્યારે આ વખતે તહેવારો ઉજવવા ની લોકો માં ઉત્સાહ છે. જેથી આ વખતે 25 હજાર થી વધુ મૂર્તિઓ બનાવી છે. જે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ના રાજ્યો માં જાય છે. ત્યારે ચાલુ વર્ષે ભક્તો વિઘ્ન હર્તા ગણેશજી ની સ્થાપન કરશે સાથે વ્યાપારીઓ અને મૂર્તિકારો પણ યોગ્ય વેચાણ ની આશા સેવી બેઠા છે.

Back to top button