ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

સોનુ સૂદની પત્ની અકસ્માતમાં થઈ ઘાયલ, જાણો કેવી છે તબિયત

Text To Speech

નાગપુર, તા. 25 માર્ચ, 2025: મુબંઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવે પર એક અકસ્માતમાં સોનુ સૂદની પત્ની ઘાયલ થઈ હતી. આજે સવારે આ ઘટના બની હતી. ઘટનાનું કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ સોનુ સૂદ નાગપુર જવા રવાના થયો હતો. કારમાં સોનાલી સૂદ, તેનો ભાણેજ અને બહેન હતી. કારની ટ્રક સાથે ટક્કર થઈ હતી.

72 કલાક સુધી રખાશે ઓબ્ઝર્વેશનમાં

અકસ્માતમાં સોનાલી અને તેના ભાણેજને ઈજા પહોંચી હતી. બંનેની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને 48 થી 72 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. અભિનેતાના પ્રવક્તાએ સોનાલીનો અકસ્માત થયો હોવાની પુષ્ટિ કરી હતી.

લાંબા સમય સુધી ડેટિંગ બાદ કર્યા હતા લગ્ન

સોનુ સૂદે 1996માં સોનાલી સાથે લગ્ન કર્યા હતા. તેમને બે સંતાન છે. સોનાલીએ નાગપુર યુનિવર્સિટીથી એમબીએ કર્યું છે. તે વ્યવસાયે ફિલ્મ પ્રોડ્યૂસર છે. સોનાલી નાગપુરમાં અભ્યાસ કરતી હતી અને સોનુ સૂદ પણ નાગપુરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. આ સમયે બંને વચ્ચે મુલાકાત થઈ હતી. ફિલ્મોમાં આવતા પહેલા શરૂ થયેલી આ લવ સ્ટોરી લાંબા સમય સુધી ચાલી હતી અને ડેટિંગ બાદ લગ્નનો ફેંસલો કર્યો હતો. 25 સપ્ટેમ્બર 1996ના રોજ બંનેના લગ્નના બંધનમાં બંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે સોનાલી સૂદ સમાચારોથી દૂર રહે છે. સોનુ સૂદ ફિલ્મી પડદે હીરોનો રોલ કરે છે અને જરૂરિયાતમંદની મદદ કરીને રિયલ લાઈફમાં પણ હીરો બની ચુક્યો છે.

આ પણ વાંચોઃ ટ્રેનમાં બે શખ્સોએ કમર પર બાંધ્યા હતા થેલા, RPFએ ખોલતાં જ આંખો થઈ ગઈ પહોળી

Back to top button