મોનાલિસાએ સિલ્વર કલરના ડીપનેક ટોપ સાથે તસવીર કરી પોસ્ટ, કેપ્શનમાં લખી આ વાત


મુંબઈ, તા. 30 માર્ચ, 2025ઃ જાણીતી અભિનેત્રી મોનાલિસા એ ભોજપુરી અભિનેત્રીઓ જ નહીં, પરંતુ બોલીવુડની અનેક અભિનેત્રીઓને ટક્કર આપે છે, જે પોતાના કામની સાથે પર્સનલ વાત પણ સોશિયલ મીડિયા પર શેર કરવાનું ચૂકતી નથી. તાજેતરમાં જ મોનાલિસાએ તેની કેટલીક સિઝલિંગ તસવીરો ચાહકો સાથે શેર કરી છે, જે જોરદાર વાયરલ થઈ રહ્યા છે. બોલ્ડ તસવીરો મોનાલિસાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં અભિનેત્રીએ ગ્લેમરસ લૂકમાં કેમેરા સામે અલગ-અલગ પોઝ આપીની લોકોનું દિલ લૂંટી લીધું છે.
આ તસવીરોમાં મોનાલિસાએ સિલ્વર કલરના ડીપનેક ટોપ સાથે મેચિંગ સ્કર્ટ પહેર્યું છે. જેના પર સાઈડમાં કટ પણ છે. મોનાલિસાએ ખુલ્લા વાંકડિયા વાળ, મેચિંગ હીલ્સ અને સટલ મેકઅપ સાથે તેના ખૂબસૂરત દેખાવને પૂર્ણ કર્યો.
અભિનેત્રીની સ્ટાઈલ તેની સુંદરતામાં વધારો કરી રહી છે. મોનાલિસાની તસ્વીરોને જોઈને ચાહકોની ઊંઘ હરામ કરી નાખી છે. મોનાલિસાએ તસવીરો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું ‘ધીસ ઈઝ લક્ઝરી વાઇબ્સ…’ અભિનેત્રીની તસવીરો પર થોડા જ કલાકોમાં હજારો લાઈક્સ આવી ગઈ હતી.
મોનાલિસાની તસવીરો સેંકડો લોકોએ પર કમેન્ટ કરી રહ્યા છે અને તેની ફિટનેસ અને લુકના વખાણ કરી રહ્યા છે. કેટલાક યૂઝર્સ તેને દિલની રાણી કહેતા પણ જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ભોજપુરી સિનેમાની ટોચની અભિનેત્રી હોવા ઉપરાંત, મોનાલિસા ટીવીની દુનિયામાં પણ જાણીતું નામ છે. જેણે અત્યાર સુધી ઘણા હીટ શોમાં કામ કર્યું છે. સોશિયલ મીડિયા એક્વિટ રહેનારી મોનાલિસાના ઈન્સ્ટાગ્રામ પર 5.8 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે પોસ્ટ પણ હજારો કરી ચૂકી છે.
આ પણ વાંચોઃ કબજીયાતથી છૂટકારો મેળવવા દરરોજ આ 3 વસ્તુનું કરો સેવન