ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

શ્રીલંકા સામેની વર્લ્ડ કપની 25મી મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech
  •  શ્રીલંકા અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે વર્લ્ડ કપની 25મી મેચ
  • ઈંગ્લેન્ડના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય

CRICKET WORLD CUP 2023: ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપ 2023ની 25મી મેચ આજે ગુરુવારે (26 ઓક્ટોબર) રમાશે. આ મેચ બેંગલુરુના ચીન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવી ચૂક્યો છે. જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીત્યો છે, અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી શ્રીલંકાની ટીમ પહેલા બોલિંગ માટે મેદાનમાં ઉતરશે.

 

ઈંગ્લેન્ડની શ્રીલંકા સામેની પ્લેઇંગ ઈલેવનની ટીમ

શ્રીલંકા સામેની ઈંગ્લેન્ડની પ્લેઇંગ ઈલેવનની ટીમમાંજોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (વિકેટકીપર/કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, આદિલ રશીદ, માર્ક વુડનો સમાવેશ કરવામાં આવ્યો છે.  ઈંગ્લેન્ડે પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર કર્યા છે. મોઈન અલી, લિવિંગસ્ટોન અને વોક્સને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે.

શ્રીલંકાની ઈંગ્લેન્ડ સામેની પ્લેઇંગ ઈલેવનની ટીમ

ઈંગ્લેન્ડ સામેની શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવનની ટીમમાં પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (WK/C), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, એન્જેલો મેથ્યુસ, મહિષ થિક્ષાના, કસુન રાજીથા, લાહિરુ કુમારા, દિલશાન મદુશંકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ જુઓ :વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી મોટી જીત, ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું

Back to top button