ટ્રેન્ડિંગસ્પોર્ટસ

પહેલી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની 28 રનથી જીત, ડેબ્યૂ મેચમાં ટોમ હાર્ટલીએ ઝડપી 7 વિકેટ

Text To Speech

હૈદરાબાદ 28 જાન્યુઆરી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી 5 ટેસ્ટ મેચોની શ્રેણીમાં આજે ઈંગ્લેન્ડે ભારતને 28 રનથી હરાવ્યું.જેમાં ઈંગ્લેન્ડે ભારતને જીત માટે 231 રનનાં લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં ભારતે 10 વિકેટ ગુમાવીને 202 રન બનાવી શકી હતી.

ડેબ્યૂ મેચમાં ટોમ હાર્ટલીએ ઝડપી 7 વિકેટ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી મેચમાં ટોમ હાર્ટલીએ તેની ડેબ્યૂ મેચમાં ટોમ હાર્ટલીએ ઝડપી 7 વિકેટ ઝડપી હતી. જેમાં ટોમ હાર્ટલીએ કેપ્ટન રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ,શુભમન ગિલ,અક્ષર પટેલ,રવિચંદ્રન અશ્વિન,મોહમ્મદ શમી અને શ્રીકર ભરતને આઉટ કર્યો હતાં.

ભારતીય બેટ્સમેનનું નબળું રહ્યું પ્રદર્શન

ભારતે ઈંગ્લેન્ડના 231 રનનાં લક્ષ્યાંક સામે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 58 બોલમાં 7 ચોક્કા વડે 39 રન બનાવ્યા હતાં. આ બીજી ઇનિંગમાં ટોમ હાર્ટલીની ઘાતક બોલિંગ સામે ભારતના બેટ્સમેનનું નબળું પ્રદર્શન રહ્યું હતું.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રના 5 ક્રિકેટરની કિટમાં દારૂ-બીયરનો જથ્થો મળ્યો, સિનિયરોએ મંગાવ્યો હોવાની ચર્ચા !

Back to top button