ટોપ ન્યૂઝસ્પોર્ટસ

વન – ડે વર્લ્ડ કપ પહેલા ઈંગ્લેન્ડને મોટો ફટકો પડ્યો, ઓલરાઉન્ડર એલેક્સ હેલ્સે અચાનક નિવૃત્તિ લીધી

ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન એલેક્સ હેલ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. એલેક્સ હેલ્સે ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમમાં ભાગ લીધો હતો. તે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. હેલ્સે 4 ઓગસ્ટ (શુક્રવારે) એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેની નિવૃત્તિની પુષ્ટિ કરી હતી. 34 વર્ષીય એલેક્સ હેલ્સે લખ્યું હતું કે, ‘મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. ત્રણેય ફોર્મેટમાં 156 વખત મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ એક વિશેષાધિકાર હતો. મેં જીવનભર ટકી રહેવા માટે કેટલીક યાદો અને મિત્રતા બનાવી છે અને મને લાગે છે કે હવે આગળ વધવાનો યોગ્ય સમય છે.

છેલ્લે પાકિસ્તાન સાથે T20 વર્લ્ડકપ ફાઇનલ રમ્યો

હેલ્સ કહે છે, ‘મેં ઈંગ્લેન્ડ માટે રમતી વખતે ઉતાર-ચઢાવ જોયા હતા. તે એક અવિશ્વસનીય સફર રહી છે અને મને સંતોષ છે કે ઈંગ્લેન્ડ માટે મારી છેલ્લી રમત વર્લ્ડ કપની ફાઈનલ હતી. ઉતાર-ચઢાવથી ભરેલી આ સફરમાં મને હંમેશા મારા મિત્રો, કુટુંબીજનો અને ચાહકોનો મોટો ટેકો મળ્યો છે. હેલ્સની છેલ્લી રમત પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલ હતી. હેલ્સે કહ્યું કે તે ડોમેસ્ટિક ક્રિકેટમાં નોટિંગહામશાયરની સાથે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.

ભારત સામે માત્ર 47 બોલમાં 86 રનની ઈનીંગ રમી હતી

ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપ 2022 દરમિયાન એલેક્સ હેલ્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત સામેની સેમીફાઈનલ મેચમાં હેલ્સે માત્ર 47 બોલમાં અણનમ 86 રન બનાવ્યા હતા. તે મેચમાં ભારતને 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે ઝરૂર હેલ્સ (1 રન) ફાઇનલમાં બેટિંગ કરી શક્યો ન હતો, પરંતુ તેની ટીમ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને ટાઇટલ જીતવામાં સફળ રહી હતી.

હેલ્સનો આવો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ

એલેક્સ હેલ્સે ઈંગ્લેન્ડ માટે 11 ટેસ્ટ, 70 ODI અને 75 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 27.28ની એવરેજથી 573 રન બનાવ્યા, જેમાં પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. વન-ડે ઈન્ટરનેશનલમાં હેલ્સના 37.79ની એવરેજથી 2,419 રન છે. હેલ્સે વન-ડે ઈન્ટરનેશનલમાં 6 સદી અને 14 અડધી સદી ફટકારી છે. T20 ઇન્ટરનેશનલમાં હેલ્સનો રેકોર્ડ સારો હતો. હેલ્સે T20 ઈન્ટરનેશનલમાં 30.95ની એવરેજથી 2,074 રન બનાવ્યા, જેમાં એક સદી અને 12 અડધી સદી સામેલ છે.

Back to top button