સ્પોર્ટસ

ઈંગ્લેન્ડે ODI ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો, 50 ઓવરમાં 498 રન બનાવ્યા

Text To Speech

સ્પોર્ટ્સ ડેસ્કઃ ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ રમાઈ રહી છે. નેધરલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ નિર્ણય તેના કેપ્ટનનો ખોટો નિર્ણય હતો. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 498 રન બનાવ્યા હતા. આ સ્કોર સાથે ઈંગ્લેન્ડે હવે ઘણા રેકોર્ડ બનાવ્યા છે.

જોશ બટલરે જોરદાર બેટિંગ કરી
ઈંગ્લેન્ડ માટે ત્રણ બેટર્સે સદી ફટકારી છે. ફ્લિપ શલ્ટે 93 બોલમાં 122 રન બનાવ્યા હતા. ડેવિડ માલાને 109 બોલમાં 125 રન બનાવ્યા હતા. બટલરે 70 બોલમાં 162 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 14 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. લિવિંગસ્ટોને 22 બોલમાં 66 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. તેણે છ છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા હતા. નેધરલેન્ડના બોલરો આ બંને સામે લાચાર દેખાતા હતા. આ વખતે નેધરલેન્ડના તમામ બોલરોની જોરદાર ધોલાઈ થઈ હતી. નેધરલેન્ડના બોલર ફિલિપે દસ ઓવરમાં 108 રન આપ્યા હતા.

ઈંગ્લેન્ડે તોડ્યો પોતાનો જ રેકોર્ડ
ઈંગ્લેન્ડે ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તેનો શ્રેય સંપૂર્ણપણે જોશ બટલરને જાય છે. બટલરે આ વખતે અવિસ્મરણીય ઇનિંગ રમી હતી. જો કે, આ પહેલાં પણ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે હતો. આ પહેલા ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે 481 રન બનાવ્યા હતા. બીજા નંબર પર ઈંગ્લેન્ડનું નામ પણ હતું.

Back to top button