T-20 વર્લ્ડ કપટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

પાકિસ્તાનને હરાવી ‘ઈંગ્લેન્ડ’ બન્યું વર્લ્ડ ચેમ્પિયન

Text To Speech

T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવી ઈંગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. મેલબોર્નમાં રમાઈ રહેલ મેચમાં પાકિસ્તાને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા હતાં અને લક્ષ્યનો પીછો કરતાં ઈંગ્લેન્ડે 19મી ઓવરમાં જ જીત હાંસિલ કરી દીધી હતી. પાકિસ્તાનને 5 વિકેટે માત આપનાર ઈંગ્લેન્ડ બીજી વખત ICC T20 વર્લ્ડ કપની ટ્રોફી ઊઠાવી છે. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ અણનમ 52 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હરિસ રાઉસે 2 વિકેટ લીધી હતી.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

પાકિસ્તાન- બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હરિસ, શાન મસૂદ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ.

ઈંગ્લેન્ડ – જોસ બટલર, એલેક્સ હેલ્સ, ફિલ સોલ્ટ, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ક્રિસ વોક્સ, સેમ કુરાન, ક્રિસ જોર્ડન, આદિલ રાશિદ.

Back to top button