T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

ઇંગ્લેન્ડે શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું : વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા બહાર

Text To Speech

ઇંગ્લેન્ડે આજે શ્રીલંકાને 4 વિકેટે હરાવી સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે, ઈંગ્લેન્ડની આ જીતની સાથે જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ઇંગ્લેન્ડે સુપર-12 ગ્રુપ-1ની મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 8 વિકેટે 141 રન બનાવ્યા હતા. જેનાં જવાબમાં ઇંગ્લેન્ડે 19.4 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

નેટ-રનરેટએ સર્જ્યો સૌથી મોટો અપસેટ 

ઇંગ્લેન્ડે શ્રીલંકાને હરાવતા જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. જો શ્રીલંકાની ટીમ આ મેચ જીતી ગઈ હોત તો ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં પહોંચી ગયું હોત, પરંતુ એવું થયું નહીં. કારણ કે ઇંગ્લેન્ડે અને ઓસ્ટ્રેલિયા બંને ટીમોનાં પોઈન્ટ સરખા હતા, પરંતુ ઇંગ્લેન્ડની નેટ-રનરેટ +0.473 હતી,જ્યારે ઓસ્ટ્રેલિયાની નેટ-રનરેટ -0.173 હતી. તેથી નેટ-રનરેટમાં આટલો મોટો ફરક આવતા ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને માત આપી સેમીફાઈનલમાં પ્રવેશ કરી ચૂક્યું છે.

પથુમ નિસાન્કાની અડધી સદી એળે ગઈ 

શ્રીલંકા તરફથી પ્રથમ બેટિંગ કરતા પથુમ નિસાન્કાએ અડધી સદી ફટકારી હતી. તેણે 45 બોલમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 67 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય સર્વાધિક ભાનુકા રાજપક્ષે 22 રન તથા મેંડિસે 18 રન બનાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી માર્ક વુડે 3 વિકેટ ઝડપી હતી. ઉપરાંત આદિલ રાશીદે તથા ક્રીસ વોક્સે 1-1 વિકેટ ઝડપી હતી.

લક્ષ્યનો પીછો કરતાં ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોકે અણનમ 42 રનની ઈનિંગ રમી ઇંગ્લેન્ડને જીત અપાવી હતી. આ સિવાય ઇંગ્લેન્ડનાં ઓપનર જોસ બટલર અને એલેક્સ હેલ્સે પણ ઇંગ્લેન્ડને સારી શરુઆત અપાવી હતી. બંનેએ અનુક્રમે 28 તથા 47 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. જ્યારે શ્રીલંકા તરફથી હસરંગા, ધનંજય અને લાહિરુ કુમારાએ 2-2 વિકટો ઝડપી હતી.

Back to top button