T-20 વર્લ્ડ કપસ્પોર્ટસ

ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું : સેમ કરને લીધી વર્લ્ડ કપની પહેલી 5 વિકેટ

Text To Speech

T20 વર્લ્ડ કપમાં સુપર-12 રાઉન્ડની બીજી મેચ ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે પર્થના WACA ગ્રાઉન્ડ પર રમાઈ રહી હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં અફઘાનિસ્તાનની ટીમ 19.4 ઓવરમાં 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન તરફથી ઈબ્રાહિમ ઝદરાને સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડ તરફથી ડાબા હાથના ઝડપી બોલર સેમ કરને વર્લ્ડ કપની પહેલી  5 વિકેટ લીધી હતી. આ ઉપરાંત માર્ક વુડ અને બેન સ્ટોક્સને 2-2 સફળતા મળી હતી.

આ પણ વાંચો : વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ પહેલાં દિવસે જ ચાખ્યો હારનો સ્વાદ : ન્યૂઝીલેન્ડે 89 રને હારાવ્યું

જવાબમાં ઇંગ્લેન્ડે 18.1 ઓવરમાં જ પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ઇંગ્લેન્ડ તરફથી લિયામ લિવિંગસ્ટને 21 બોલમાં 29 રન બનાવ્યા હતા. એલેક્સ હેલ્સે 19 રન અને જોસ બટલરે 18 રન બનાવ્યાં હતાં.

ENG vs AFG - Hum Dekhenge News

સેમ કરને લીધી વર્લ્ડ કપની પહેલી  5 વિકેટ

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સેમ કરને આ મેચ દરમ્યાન 5 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. સેમ કરન ઈંગ્લેન્ડ તરફથી T20Iમાં 5 વિકેટ લેનાર ઈંગ્લેન્ડનો પહેલો બોલર બની ગયો છે.  ઈંગ્લેન્ડ માટે મેન ઓફ ધ મોમેન્ટ રહેલ સેમ કરનની 5 વિકેટ સૌથી મહત્વની ક્ષણો રહી હતી. સેમ કરને  T20I માં તેની પ્રથમ વખત 5 વિકેટ ઝડપી હતી. ઈનિંગ દરમ્યાન કરને અફઘાનિસ્તાનનાં ઇબ્રાહિમ ઝદરાન, ઉસ્માન ગની, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાશીદ ખાન અને  ફઝલહક ફારૂકીની વિકેટ લીધી હતી.

ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે

ઈંગ્લેન્ડની ટીમને વર્લ્ડ કપની શરૂઆત પહેલા બોલિંગમાં મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા T20 વર્લ્ડ કપથી ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલર રીસ ટોપલી ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તે નવા બોલની સાથે સાથે ડેથ ઓવરોમાં પણ સારી બોલિંગ કરી રહ્યો હતો.

Back to top button