ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ઇંગ્લેન્ડે વર્લ્ડ કપ 2023 માટે ટીમની જાહેરાત કરી, જુઓ બેન સ્ટોક્સ સહિત કોને મળી તક

Text To Speech

ઇંગ્લેન્ડે વર્લ્ડ કપ 2023 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આમાં બેન સ્ટોક્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટોક્સે 2022માં ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ હવે તે નિવૃત્તિમાંથી પરત ફરશે. જોકે ઈંગ્લેન્ડે હજુ સુધી વર્લ્ડ કપ માટે કાયમી ટીમની જાહેરાત કરી નથી. પરંતુ સંભવતઃ આમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. ICCએ ટ્વિટ કરીને આ સમાચાર ચાહકો સાથે શેર કર્યા છે.

ઈંગ્લેન્ડે અસ્થાયી ટીમમાં 15 ખેલાડીઓને સ્થાન આપ્યું છે. મહત્વની વાત એ છે કે આમાં હેરી બ્રુક અને જોફ્રા આર્ચરનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આર્ચર કદાચ વર્લ્ડ કપમાં નહીં રમી શકે. ઈજા બાદ તે સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. ઈંગ્લેન્ડના પસંદગીકાર લ્યુક રાઈટે કહ્યું કે આર્ચર માત્ર રિઝર્વ ખેલાડી તરીકે ટીમનો ભાગ હશે. આઈસીસી પર પ્રકાશિત સમાચાર અનુસાર, રાઈટે કહ્યું, “આ તે ટીમ છે જેની સાથે અમે આગળ વધીશું.”

સ્ટોક્સનો ઉલ્લેખ કરતા તેણે કહ્યું, “ટીમને ખૂબ જ સંતુલિત રાખવામાં આવી છે. બેન સ્ટોક્સની વાપસી ગુણવત્તામાં વધારો કરશે. તેની પાસે મેચ જીતવાની ક્ષમતા છે. નેતૃત્વમાં પણ તે આગળ છે. મને લાગે છે કે ચાહકો સ્ટોક્સની વાપસીનો આનંદ માણશે.

મહત્વપૂર્ણ છે કે વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ઈંગ્લેન્ડે હજુ સત્તાવાર રીતે આઈસીસીને વર્લ્ડ કપ માટે ખેલાડીઓના નામ આપ્યા નથી. પરંતુ ટૂંક સમયમાં જ ઈંગ્લેન્ડ બોર્ડ આઈસીસીને ટીમને સુપરત કરી શકે છે.

ઈંગ્લેન્ડની કામચલાઉ વર્લ્ડ કપ ટીમ: જોસ બટલર (સી), મોઈન અલી, ગુસ એટકિન્સન, જોની બેરસ્ટો, સેમ કુરાન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી, માર્ક વુડ , ક્રિસ વોક્સ.

Back to top button