IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

બેન સ્ટોક્સ IPL 2024માં નહીં રમે, CSKએ કરી જાહેરાત

Text To Speech

ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝનમાં નહીં રમે. ચેન્નાઈ સુપર કિંગ્સના બેન સ્ટોક્સ ગત સિઝનમાં મોટાભાગની મેચો રમી શક્યા ન હતા. હરાજી પહેલા તમામ ટીમોએ 26 નવેમ્બર સુધીમાં રિટેન કરાયેલા અને રિલિઝ કરાયેલા ખેલાડીઓ વિશે જાણ કરવાની રહેશે. ચેન્નાઈએ ગુરુવારે (23 નવેમ્બર) જાહેર કર્યું હતું કે સ્ટોક્સ આગામી સિઝનમાં નહીં રમે. તે તાજેતરમાં જ વનડેમાં નિવૃત્તિ લઈને પરત ફર્યો છે. તેણે ભારતમાં વર્લ્ડ કપ દરમિયાન ઈંગ્લેન્ડની ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. સ્ટોક્સ તેના ડાબા ઘૂંટણની સર્જરી કરાવશે. તે જાન્યુઆરીમાં ભારતના પ્રવાસ માટે પોતાને તૈયાર કરવાનો પ્રયાસ કરશે, પરંતુ સર્જરી બાદ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં તેનું પુનરાગમન મુશ્કેલ બનશે. ચેન્નાઈ સુપર કિંગ્સે માહિતી આપી હતી કે ફિટનેસ અને વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને સ્ટોક્સ IPLમાં નહીં રમે.

CSKએ કહ્યું- સ્ટોક્સના નિર્ણયનું સમર્થન કરે છે

ચેન્નાઈ સુપર કિંગ્સે ગત IPL ઓક્શનમાં સ્ટોક્સને 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે બે મેચમાં 15 રન બનાવ્યા હતા. ફ્રેન્ચાઇઝીએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચેન્નાઇ સુપર કિંગ્સ મેનેજમેન્ટ IPL પહેલા ભારતમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ અને જૂન 2024માં T20 વર્લ્ડ કપ રમીને ઇંગ્લેન્ડ સાથે તેના વર્કલોડને સંચાલિત કરવાના બેન સ્ટોક્સના નિર્ણયને સમર્થન આપે છે.”

ઉર્વશી રૌતેલાએ મિશેલ માર્શને ટ્રોફી પર પગ મૂકીને બેસવા બદલ ટકોર કરી

સ્ટોક્સે 2017માં ડેબ્યૂ કર્યું હતું

સ્ટોક્સે 2017માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તે રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી ચૂક્યો છે. તેણે 45 IPL મેચોમાં 24.61ની એવરેજથી 935 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 133.95 હતો. તેણે બે સદી અને બે અડધી સદી ફટકારી છે. સ્ટોક્સે બોલિંગમાં 28 વિકેટ લીધી છે.

Back to top button