Engineers day: કેમ 15મી તારીખે ઉજવવામાં આવે છે ?, જાણો ઈતિહાસ અને મહત્વ
15 સપ્ટેમ્બરે દેશમાં એન્જિનિયર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ દેશના મહાન એન્જિનિયર અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયને સમર્પિત છે. વિશ્વેશ્વરાયે રાષ્ટ્ર નિર્માણમાં ઘણું મોટું યોગદાન આપ્યું હતું, આથી તેમના જન્મદિવસ 15 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં એન્જિનિયર્સ ડે ઉજવવામાં આવે છે. સિવિલ એન્જિનિયર વિશ્વેશ્વરાયે આધુનિક ભારતના ડેમ, જળાશયો અને હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે દેશ માટેની તેમની ભુમિકાને જોઈ સરકારે વર્ષ 1955માં તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.એન્જિનિયર્સ ડેનો ઇતિહાસ:
ઈ.સ 1968 માં, ભારત સરકારે સર એમ વિશ્વેશ્વરાયની જન્મજયંતિને એન્જિનિયર્સ ડે તરીકે જાહેર કરી. ત્યારથી, આ દિવસ આધુનિક અને વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે યોગદાન આપનાર અને હજુ પણ પ્રયત્નશીલ છે તેવા તમામ એન્જિનિયરોને સન્માનિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
દર વર્ષે 15 સપ્ટેમ્બરને ભારતમાં એન્જિનિયર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. કારણ કે આ દિવસે ભારતના મહાન એન્જિનિયર અને ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયનો જન્મદિવસ હતો.
મોક્ષમુંડમ વિશ્વેશ્વરાયજીએ ભારત માટે વિશેષ યોગદાન આપ્યું છે. એન્જિનિયર્સ ડે મોક્ષમુંડમ વિશ્વેશ્વરાયજીને સમર્પિત છે. તેમજ તેમનો જન્મ 15 સપ્ટેમ્બર 1860 ના રોજ થયો હતો આથી તેમના સમ્માનમાં દર વર્ષે આ દિવસે એન્જિનિયર્સ ડે ઉજવવામાં આવે છે. તેમજ આ દિવસે દર વર્ષે વિશ્વેશ્વરાયજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. મોટી કંપનીઓમાં આ દિવસે એન્જિનિયર્સનું સન્માન કરીને ઉજવણી કરવામાં આવે છે.એમ વિશ્વેશ્વરાય કોણ હતા:
વિશ્વેશ્વરાયને દેશમાં સર એમવી તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ભારત રત્ન પુરસ્કાર વિજેતા એમ વિશ્વેશ્વરાયનો જન્મ 15 સપ્ટેમ્બર 1861ના રોજ મૈસુરના કોલાર જિલ્લામાં કાકબલ્લાપુર તાલુકામાં એક તેલુગુ પરિવારમાં થયો હતો. વિશ્વેશ્વરાયના પિતાનું નામ શ્રીનિવાસ શાસ્ત્રી હતું, જેઓ સંસ્કૃતના વિદ્વાન અને આયુર્વેદના ડૉક્ટર હતા.
1883માં પૂનાની સાયન્સ કૉલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા પછી વિશ્વેશ્વરૈયાને તરત જ સહાયક ઇજનેર પદ પર સરકારી નોકરી મળી. તેઓ મૈસુરના 19મા દીવાન હતા અને તેમણે 1912 થી 1918 સુધી સેવા આપી હતી. મૈસૂરમાં કરેલા તેમના કાર્યોને કારણે તેમને આધુનિક મૈસૂરના પિતા કહેવામાં આવે છે. તેમણે મૈસુર સરકાર સાથે મળીને ઘણી ફેક્ટરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી હતી. તેમણે માંડ્યા જિલ્લામાં કૃષ્ણરાજા સાગર ડેમના નિર્માણમાં મોટો ફાળો આપ્યો હતો. ડૉ.મોક્ષગુંડમને કર્ણાટકના ભગીરથ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડૉ. મોક્ષગુંડમનું 1962માં 102 વર્ષની વયે અવસાન થયું હતું.
એન્જિનિયર્સ ડેનું મહત્વ:
ભારતને એન્જિનિયરિંગ અને આઈટી ક્ષેત્રે વિશ્વનો અગ્રણી દેશ માનવામાં આવે છે. ભારતમાં ઘણી એન્જિનિયરિંગ સંસ્થાઓ છે અને ઘણા એન્જિનિયરિંગ અભ્યાસક્રમો પણ છે. કોઈપણ દેશને વિકસિત બનાવવામાં એન્જીનીયરોની મુખ્ય ભૂમિકા હોય છે. એન્જિનિયરોને આધુનિક સમાજની કરોડરજ્જુ માનવામાં આવે છે. કોઈપણ દેશનો વિકાસ એન્જિનિયરો વિના અશક્ય છે. ત્યારે એન્જિનિયર્સ ડે દર વર્ષે એક વાર વિશ્વને બતાવવા માટે આવે છે કે એન્જિનિયર્સ આપણા માટે કેટલા મહત્વપૂર્ણ છે અને તેઓ આદરને પાત્ર છે. આ સાથે તે તમામ લોકોને આ ક્ષેત્રમાં આવવા અને યોગદાન આપવા માટે પ્રેરિત કરે છે. એન્જીનિયર્સ ડે એ માત્ર મોક્ષમુંડમ વિશ્વેશ્વરાય અને તમામ એન્જિનિયરોને સન્માનિત કરવાનો દિવસ નથી, પરંતુ આ દિવસ તમામ વિદ્યાર્થીઓને એ પણ બતાવે છે કે એન્જિનિયરિંગના ક્ષેત્રમાં કારકિર્દી બનાવીને તમે દેશના વિકાસમાં અન્ય એન્જિનિયરોની જેમ યોગદાન આપી શકો છો.
મોક્ષમુંડમ વિશ્વેશ્વરાયના યોગદાનને કારણે આ દિવસનું મહત્વ વધુ વધે છે. મોક્ષમુંડમ વિશ્વેશ્વરાયજીની કેટલીક તકનીકોનો વિદેશોમાં પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આથી વિશ્વેશ્વરાયજીના જન્મદિવસે તમામ ઇજનેરો અને વિદ્યાર્થીઓને ઇજનેરી ક્ષેત્રમાં તેમની કારકિર્દી બનાવવા માટે યોગદાન આપવા પ્રેરણા આપે છે.