એન્જિનિયર બન્યો ભિખારી; આપવીતી જણાવતા ચોંકી ગયા લોકો, જુઓ વીડિયો
HD News, 29 નવેમ્બર, 2024, કહેવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિ ભણીગણીને પોતાના જીવનને સારું બનાવતા હોય છે. ભણતર પોતાની જીવનને સારી રીતે જીવવામાં મદદ કરે છે. જોકે ઘણી વખત એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જે કોઈપણને ચોંકાવી દેતી હોય છે. આવું જ કંઈક જોવા મળ્યું હતું. જ્યારે એક ઈન્ફ્લુએન્સરને રસ્તા પર ફરી રહેલા એક ભિખારી સાથા વાતચીત કરી. જેણે દરેકને ભાવુક કરી દીધા છે. ઈન્સ્ટાગ્રામ યુઝર શરથે આ વ્યક્તિનો વીડિયો શેર કર્યો છે.
View this post on Instagram
ટેકસિટી બેંગલુરુની રસ્તા પર એક અંગ્રેજીમાં વાત કરતો ભિખારી જોવા મળ્યો હતો. તેની સાથે વાત કરતા જાણવા મળ્યું કે હકીકતમાં તે વ્યક્તિ એક એન્જિનિયર હતો. હાલમાં તેની હાલત આવી થઈ ગઈ છે. તેની પુરી વાત સાંભળતા તમે પણ ચોંકી જશો કે તે વ્યક્તિ કેવી રીતે એક સફળ એન્જિનિયરથી રસ્તા પર ભિખ માંગતો ભિખારી બની ગયો. વીડિયોમાં આ વ્યક્તિ પોતાના જ્ઞાન અને ફિઝિક્સના જટિલ સિદ્ધાંતો પર ચર્ચા કરતા જોવા મળે છે. આ વ્યક્તિએ જર્મનીના ફ્રેન્કફર્ટમાંથી એમએસનો અભ્યાસ કર્યો છે અને એન્જિનિયર તરીકે કામ પણ કર્યું છે.
જાણો વિડિયોમાં શું છે?
એક વ્યક્તિ જે એક ગુલાબી રંગની ટીશર્ટમાં અને જિન્સમાં દેખાઈ રહ્યો છે. જેની દાઢી અને વાળ વધેલા જોવા મળે છે અને તે રસ્તા પર ભિખ માંગી રહ્યો છે. જ્યારે એક ઈન્ફ્લુએન્સર તેની સાથે વાત કરે છે, તો તે વ્યક્તિ તેની સાથે સારી રીતે અંગ્રેજીમાં વાત કરે છે. અને જણાવે છે કે તે હકીકતમાં એક એન્જિનિયર છે, જે એક સમયે ગ્લોબલ વિલેજ અને ફ્રેંકફર્ટમાં કામ કરી ચૂક્યો છે. પોતાના માતા-પિતાની મૃત્યુ પછી તેને દારૂ પીવાની લત લાગી ગઈ હતી અને હાલમાં તે ભિખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. આજે તેને રસ્તાઓ પર ભટકવા મજબૂર થવુ પડ્યું છે.
આ વીડિયો વાયરલ થયા બાદ લોકો જોરદાર રીતે તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. શરથે આ માણસની યોગ્ય મદદ કરવાની કોશિશ કરી અને કેટલીક NGOનો પણ સંપર્ક કર્યો. જોકે, આ વ્યક્તિએ કોઈપણ પ્રકારની મદદ લેવાનો ઈન્કાર કર્યો હતો
આ પણ વાંચો…પ્રિયંકા ગાંધીએ હાથમાં બંધારણ લઈને શપથ લીધા, સંસદમાં જોવા મળ્યો અનોખો નજારો