ENG vs PAK : ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામેની મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો લીધો નિર્ણય
- કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની 44મી મેચ
- ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન ક્રિકેટ મેચમાં આમને-સામને
- ઈંગ્લેન્ડના કેપ્ટને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો કર્યો નિર્ણય
WOLRD CUP 2023 : વર્લ્ડ કપની 44મી મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. બંને ટીમ વચ્ચે ટોસ ઉછાળવામાં આવી ચૂક્યો છે અને ઈંગ્લેન્ડના કેપ્ટન દ્વારા ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી પાકિસ્તાનની ટીમ પ્રથમ ફિલ્ડિંગ કરવા માટે મેદાનમાં ઉતરશે.
પાકિસ્તાન માટે આ મેચ ઘણી મહત્વની રહેશે. સેમિફાઇનલમાં પહોંચવા માટે તેને બહુ મોટા માર્જિનથી જીતવું પડશે, જે લગભગ અશક્ય છે. ઈંગ્લેન્ડની ટીમ પહેલાથી જ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જો કે, તેઓ હજુ પણ જીત્યા બાદ ટુર્નામેન્ટ બાદ ઘરે પરત ફરવા માંગશે. આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે.
ઈંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનની ટીમ
પાકિસ્તાન સામે રમવા માટે ઈંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનની ટીમમાં જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, હેરી બ્રૂક, જોસ બટલર (C\WK), મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, ગસ એટકિન્સન, આદિલ રશીદનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવનની ટીમ
ઈંગ્લેન્ડ સામે રમવા માટે પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવનની ટીમમાં અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, બાબર આઝમ (C), મોહમ્મદ રિઝવાન (WK), સઉદ શકીલ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, આગા સલમાન, મોહમ્મદ વસીમ જુનિયર, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફનો સમાવેશ કરવામાં આવ્યો છે.
View this post on Instagram
પોઈન્ટ્સ ટેબલ પર પાકિસ્તાન પાંચમા તો ઇંગ્લેન્ડ સાતમાં સ્થાને
પાકિસ્તાન પોઈન્ટ્સ ટેબલ પર 5માં સ્થાને છે. જ્યારે ઇંગ્લેન્ડ સાતમાં સ્થાને બિરાજમાન છે. પાકિસ્તાનને વર્લ્ડ કપની અંતિમ ચાર ટીમમાં પહોંચવા માટે ઇંગ્લેન્ડને ઓછામાં ઓછા 287 રનથી હરાવવું પડશે. જો પાકિસ્તાનની ટીમ ચેઝ કરે છે તો આવી સ્થિતિમાં તેણે ઇંગ્લેન્ડથી મળેલા ટાર્ગેટને 3.4 ઓવરની અંદર હાંસલ કરવું પડશે. આ બંને સ્થિતિ અસંભવ લાગી રહી છે. જો પાકિસ્તાન આજે સેમિફાઈનલમાં પહોંચવામાં સફળ થઇ જાય છે તો આ કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય.
આજના મેચમાં ઈડન ગાર્ડનની પિચ સ્પિનર્સ માટે વધુ અનુકુળ
પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની આજની મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાનાર છે. કોલકાતાની આ પિચ પર સ્વાભાવિક રીતે બેટ્સમેનોને વધુ મદદ મળે છે. પરંતુ આ વખતે આ પિચ પર સ્પિનર્સ કમાલ કરી રહ્યા છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં ઈડન ગાર્ડનની પિચ પર આજે પણ સ્પિનર્સને મદદ મળી શકે છે.