EDએ નેશનલ હેરાલ્ડની ઓફિસ કરી સીલ


નેશનલ હેરાલ્ડ કેસમાં મોટી કાર્યવાહી કરતા EDએ હેરાલ્ડ હાઉસ સ્થિત યંગ ઈન્ડિયાની ઓફિસને સીલ કરી દીધી છે. ગઈકાલે EDએ આ ઓફિસમાં સર્ચ હાથધર્યું હતું. ત્યારબાદ તેને સીલ કરી દેવામાં આવી છે. યંગ ઈન્ડિયન કંપનીના 38% શેર સોનિયા ગાંધી પાસે છે અને એટલા જ શેર રાહુલ ગાંધી પાસે છે. યંગ ઈન્ડિયન એવી કંપની છે જેણે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ એટલે કે AJLને ટેકઓવર કર્યું હતું.
ED seals National Herald office in Delhi
Read @ANI Story | https://t.co/iOq6RLyArX#NationalHerald #EDsealsNationalHerald #NationalHeraldCase #EnforcementDirectorate pic.twitter.com/nOxWvON2TY
— ANI Digital (@ani_digital) August 3, 2022
EDએ નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હેરાલ્ડ હાઉસ સહિત 12 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ મામલે સોનિયા અને રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન, ED દ્વારા સોનિયા ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે AJLના અધિગ્રહણમાં 90 કરોડ રૂપિયાની લોનનો ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો નથી અને ડોટેક્સ કંપની દ્વારા આપવામાં આવેલી 1 કરોડ રૂપિયાની લોન કયા સ્વરૂપમાં લેવામાં આવી હતી. આનો જવાબ આપતાં સોનિયાએ કહ્યું કે તેમને આ બધી બાબતોની જાણ નથી, પરંતુ મોતીલાલ વોરા પાસે છે.

મની લોન્ડરિંગ એંગલથી EDની તપાસ
EDને શંકા છે કે ડોટેક્સ કંપની દ્વારા યંગ ઈન્ડિયાને આપવામાં આવેલી 1 કરોડ રૂપિયાની લોન મની લોન્ડરિંગ દ્વારા આપવામાં આવી હતી. અધિગ્રહણમાં યંગ ઈન્ડિયા કંપનીને AJLના 9 કરોડ શેર મળ્યા હતા. તો બીજી તરફ સોનિયા અને રાહુલ ગાંધીએ કહ્યું કે પૈસાની લેવડ-દેવડનો આખો મામલો મોતીલાલ વોરા જોતા હતા. તમને જણાવી દઈએ કે યંગ ઈન્ડિયાના 4 શેરધારકો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડિસ હતા. તેમાંથી સોનિયા અને રાહુલનો કંપનીમાં 76 ટકા હિસ્સો હતો. નેશનલ હેરાલ્ડે કોંગ્રેસને તેની લોન ચૂકવવા માટે રૂ. 90 કરોડની લોન આપી હતી, જે બાદમાં પાર્ટી દ્વારા માફ કરવામાં આવી હતી.