ઉત્તર ગુજરાતગુજરાત

‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ માં શ્રી જય જલિયાન સેવા કેમ્પનો અવિરત સેવાયજ્ઞ

Text To Speech
  • પરિક્રમા પથ પર પદયાત્રિકો માટે અલ્પાહારની વ્યવસ્થા કરાઈ
  • ત્રણ દિવસમાં ૭૦ હજાર કરતાં વધુ માઇભક્તોએ અલ્પાહાર લઈ સેવાકેમ્પની સેવાને બિરદાવી

પાલનપુર : પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શરૂ થયેલા ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ માં પધારેલા યાત્રિકો અને શ્રધ્ધાળુ માઇભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેના ભાવરૂપે માઇભક્તોને ચા, પાણી , નાસ્તો, વિશ્રામ અને ભોજન સહિતની સુવિધાઓ વિવિધ સેવા કેમ્પોના સહયોગથી ઉપલબ્ધ કરવાઈ છે. જેનો હજારોની સંખ્યામાં માઇભક્તો લાભ લઇ નિર્વિઘ્ને પરિક્રમા પૂર્ણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે. શ્રી જય જલિયાન સેવા કેમ્પમાં માતાજીની પરિક્રમા અર્થે આવેલ ૭૦,૦૦૦ જેટલા ભાવિક શ્રધ્ધાળુ ઓએ અલ્પાહાર લઈ સેવાકેમ્પોની સેવાને બિરદાવી હતી.

શ્રી જય જલિયાન સેવા કેમ્પ દ્વારા ભાદરવી પૂનમના મેળાની જેમ જ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પણ માઇભક્તોની સેવાર્થે પરિક્રમા પથ પર નિઃશુલ્ક અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે. પરિક્રમા મહોત્સવના પ્રારંભે રાજ્યના ઉદ્યોગમંત્રી અને બનાસકાંઠા જિલ્લાપ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતે આ સેવાકેમ્પનું લોકાર્પણ કરી માઇ ભક્તોની સેવાર્થે ખુલ્લો મુક્યો હતો. આ સેવા કેમ્પમાં પરિક્રમા માર્ગના 16 થી 25 મંદિર સુધી સેવાકેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.જેમાં ચા, પાણી, બુંદી, ગાંઠિયા, મરચાં સહિતનો નાસ્તો અને અલ્પાહારની સુવિધા પદયાત્રીઓ માટે કરવામાં આવી છે.

શ્રી જય જલિયાન સેવા કેમ્પ દ્વારા પરિક્રમા મહોત્સવના બીજા વર્ષે પણ સેવાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ છેલ્લા ૧૪ વર્ષથી ભાદરવી પૂનમના મેળામાં પણ સેવાકેમ્પ દ્વારા લાખો શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદ આપવાની ઉત્તમ સગવડ પુરી પાડવામાં આવે છે. ચાલુ વર્ષે પંચ દિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પણ જય જલિયાન સેવા કેમ્પમાં હજારો યાત્રિકો અલ્પાહાર લઈ તેમની નિસ્વાર્થ સેવા ભાવનાને બિરદાવી રહ્યા છે. પરિક્રમા મહોત્સવના ત્રણ દિવસ દરમિયાન ૭૦ હજાર કરતાં વધુ માઇભક્તોએ અલ્પાહાર ગ્રહણ કર્યો હતો.

આ પણ વાંચો : પાલનપુર : આતશબાજી સાથે કિર્તિસિંહએ બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખનો ચાર્જ સંભાળ્યો

Back to top button