ગૃહમંત્રી અમિત શાહ હાલ જમ્મુ કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે છે. ત્યારે અમિત શાહની રેલીમાં વિક્ષેપ પાડવાના આતંકવાદીઓના કાવતરાને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યા છે. શોપિયાંના દ્રાચ કીગમ વિસ્તારમાં છુપાયેલા જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા છે
દ્રાચ બાદ મોલુ વિસ્તારમાં પણ અથડામણ
મંગળવારે સાંજે દ્રાચ શોપિયાંમાં શરૂ થયેલું આ એન્કાઉન્ટર હજી પૂરું થયું હતું કે શોપિયાંના મોલુ વિસ્તારોમાં પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. અહીં પણ બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી રહી છે. પોલીસનું કહેવું છે કે એન્કાઉન્ટરની શરૂઆતમાં જ એક આતંકવાદી માર્યો ગયો છે. હાલમાં અહીં ઝુંબેશ ચાલી રહી છે. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હજુ બાકી છે.
અમિત શાહની મુલાકાતને લઈને આતંકીઓ રઘવાયા બન્યા
દ્રાચ કીગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે મંગળવારે સાંજે અથડામણ શરૂ થઈ હતી. રાજ્યની ત્રણ દિવસની મુલાકાતે સોમવારે જમ્મુ પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહ હાલમાં કાશ્મીરમાં છે. તેઓ આજે બારામુલ્લામાં એક વિશાળ જનસભાને સંબોધશે. ગૃહમંત્રીની રેલીમાં ખલેલ પહોંચાડવાના ઈરાદાથી આતંકવાદી સંગઠનો ઘાટીમાં ગમે ત્યાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે.
માર્યા ગયેલા જૈશના ત્રણ આતંકવાદીઓમાંથી બેની ઓળખ થઈ
એડીજીપી કાશ્મીર વિજય કુમારે ત્રણ આતંકવાદીઓની હત્યાની પુષ્ટિ કરતા કહ્યું કે ત્રણેય જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના છે. તેમણે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાં હનાન બિન યાકુબ અને જમશેદનો સમાવેશ થાય છે. આ બંને તાજેતરમાં પુલવામાના પિંગલાનામાં એસપીઓ જાવેદ દાર અને પુલવાનામાં પશ્ચિમ બંગાળના એક મજૂરની હત્યામાં સામેલ હતા.
આત્મસમર્પણની પણ તક મળી
પોલીસે જણાવ્યું કે, શોપિયાંના દ્રાચ કીગમ વિસ્તારમાં મંગળવારે સાંજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષા દળોએ આતંકવાદીઓને જોવાની માહિતી મળતાં જ અહીં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જે બાદમાં એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. રાત્રિના અંધકારનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓ ભાગી ન જાય, એટલા માટે સુરક્ષા દળોએ પહેલા સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી અને ખાસ લાઇટની પણ વ્યવસ્થા કરી. જણાવવામાં આવી રહ્યું છે કે આખી રાત સતત ગોળીબાર ચાલુ રહ્યો હતો. આતંકવાદીઓને વહેલી સવારે આત્મસમર્પણ કરવાની તક આપવામાં આવી હતી પરંતુ જ્યારે તેઓ રાજી ન થયા ત્યારે એક પછી એક ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા.
ગૃહમંત્રી જમ્મુ-કાશ્મીરના પ્રવાસે
રાજ્યના ત્રણ દિવસીય પ્રવાસ પર સોમવારે જમ્મુ પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહ હાલમાં કાશ્મીરમાં છે. તેઓ આજે બારામુલ્લામાં એક વિશાળ જનસભાને સંબોધશે. ગૃહમંત્રીની રેલીમાં ખલેલ પહોંચાડવાના ઈરાદાથી આતંકવાદી સંગઠનો ઘાટીમાં ગમે ત્યાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. સુરક્ષા દળોએ અહીં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.