જમ્મુ-કાશ્મીરમાં 3 આતંકીઓ ઠાર, સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એકવાર તેમના નાપાક પ્લાનને અંજામ આપવાનો પ્રયાસ કર્યો છે. જમ્મુના સિધ્રા વિસ્તારમાં આજે વહેલી સવારથી જ સુરક્ષાદળોનું આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 7.30 વાગે ગોળીબારનો અવાજ આવ્યો, ત્યારબાદ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા. જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહે જણાવ્યું છે કે આ વિસ્તારમાં 2 થી 3 આતંકીઓ છુપાયેલા છે. હવે માહિતી સામે આવી રહી છે કે સુરક્ષા દળોએ ત્રણેય આતંકીઓને ઠાર કર્યા છે.
J&K | The encounter is over. 2-3 terrorists were there. There could be more, they were heavily armed. They've been neutralised: ADGP Mukesh Singh pic.twitter.com/VUHOuMRwD8
— ANI (@ANI) December 28, 2022
જે વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે તે ખૂબ જ સંવેદનશીલ હોવાનું કહેવાય છે. NIAએ અહીં ઘણી વખત દરોડા પાડ્યા છે અને અહીંથી ઘણા આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. સેનાએ આતંકીઓને ચારે બાજુથી ઘેરી લીધા હતા.
J&K | We noticed unusual movement of a truck & followed it. Truck was stopped at Sidhra in Jammu where driver managed to flee. When the truck was searched terrorists hiding inside, fired on the personnel. Retaliatory firing was done: ADGP Mukesh Singh pic.twitter.com/u9UmTFc5rt
— ANI (@ANI) December 28, 2022
મળતી માહિતી મુજબ તેઓ ટ્રક દ્વારા અહીં પહોંચ્યા હતા. આતંકીઓ એક ઘરમાં ઘૂસી ગયા છે અને ત્યાંથી ફાયરિંગ કરી રહ્યા છે. સૌપ્રથમ એક આતંકવાદી માર્યો ગયો છે પરંતુ હજુ બે-ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ સંપૂર્ણ રીતે એલર્ટ છે.
J&K | Visuals from Sidhra area of Jammu where an encounter took place.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/6EkijnUuyl
— ANI (@ANI) December 28, 2022
ખીણમાં સેના અને પોલીસ દળ સાથે મળીને આ આતંકવાદીઓ માટે અવરોધક બની ગયા છે. સુરક્ષા એજન્સીઓના ઇનપુટ બાદ સવારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ આતંકવાદીઓ ટ્રકમાં છુપાઈને આવ્યા હતા. ત્રણેય આતંકીઓને ઘેરીને ઠાર કરવામાં આવ્યા છે. આ પહેલા 20 ડિસેમ્બરે જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ડીજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે ત્રણમાંથી બે આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે અને તેઓ સામાન્ય નાગરિકોની હત્યામાં સામેલ હતા. એક આતંકીની ઓળખ લતીફ લોન તરીકે થઈ હતી. જે કથિત રીતે કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણ ભટ્ટની હત્યામાં સામેલ હતો. બીજી તરફ, અન્ય આતંકવાદીની ઓળખ ઉમર નઝીર તરીકે થઈ છે, જે કથિત રીતે નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતો.