ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ 2 થી 3 આતંકીઓને ઘેર્યા, અથડામણમાં ત્રણ જવાન ઘાયલ

Text To Speech

કાશ્મીરના કુલગામ જિલ્લાના હલ્લાન જંગલમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાની સંયુક્ત ટીમે હલ્લાનના જંગલોમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યા પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું. ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો.

કાશ્મીર પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે માનવામાં આવે છે કે 2-3 આતંકીઓ ફસાયા છે. એન્કાઉન્ટરમાં ત્રણ જવાન ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. અગાઉ 1 ઓગસ્ટના રોજ, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેનાએ સંયુક્ત ઓપરેશનમાં કુલગામમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા ગ્રેનેડ ફેંકવાના મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો.

પૂંછમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા

ત્યારબાદ સુરક્ષા દળોએ ચાર આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરી હતી. આ તમામ કુલગામના રહેવાસી હતા. આ સિવાય ગયા મહિને 18 જુલાઈના રોજ પૂંછના સિંધરા વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સેનાના અધિકારીઓએ કહ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓના કબજામાંથી ચાર એકે-47 રાઈફલ, બે પિસ્તોલ અને અન્ય સામગ્રી મળી આવી છે.

Back to top button