અનંતનાગના બિજબિહારમાં અથડામણ, હાઇબ્રિડ આંતકવાદીનું સેનાના ફાયરિંગમાં મોત
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. આ એન્કાઉન્ટર અનંતનાગ જિલ્લાના બિજબિહાર વિસ્તારમાં થયું હતું. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હાઈબ્રિડ આતંકવાદી કુલગામના સજ્જાદ તરીકે થઈ છે.
મૃતક આંતકવાદી કુલગામનો રહેવાસી
મળતી માહિતી મુજબ, પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટ (SIU) તપાસ માટે રવિવારે સવારે અનંતનાગ જિલ્લાના બિજબિહાર વિસ્તારમાં પહોંચી હતી. જ્યારે સર્ચ પાર્ટી શંકાસ્પદ ઠેકાણા તરફ પહોંચી તો આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં કુલગામનો હાઇબ્રિડ આતંકવાદી લશ્કરનો સજ્જાદ ઠાર થયો હતો.
સજ્જાદે અગાઉ અન્ય રાજ્યોના બે મજૂરો પર હુમલો કર્યો હતો
હાઇબ્રિડ આતંકવાદી સજ્જાદ તંત્રે છુપાયાની ઓળખ કરવા માટે સર્ચ પાર્ટીની સાથે હતો. ટ્વિટર પર એન્કાઉન્ટર વિશે માહિતી આપતા જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદી સજ્જાદે 13 નવેમ્બરે અનંતનાગમાં અન્ય રાજ્યોના બે મજૂરો પર હુમલો કર્યો હતો. હુમલામાં બંને કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 18 નવેમ્બરે મજૂર છોટા પ્રસાદનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ પછી આતંકી સજ્જાદની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે મોડલના આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.