ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં એન્કાઉન્ટર, જૈશ-એ-મોહમ્મદના 2 આતંકી ઠાર

Text To Speech

જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં સુરક્ષા દળો સાથે આખી રાત ચાલેલી અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓ માર્યા ગયા. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી.

સુરક્ષા દળો અને આંતકી વચ્ચે અથડામણ 

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યા બાદ બુધવારે રાત્રે સોપોર શહેરના બોમાઈ વિસ્તારમાં એન્કાઉન્ટર શરુ કર્યું હતું.  તેમણે કહ્યું કે આ ઓપરેશનમાં સુરક્ષા જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. ગોળીબારમાં એક નાગરિકને પણ ઈજા પહોંચી છે.

અથડામણમાં બે આતંકી ઠાર 

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા અને બંને નાગરિકો પર હુમલાની યોજના બનાવી રહ્યા હતા.

Back to top button