કાશ્મીરના બારામુલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, આતંકવાદીઓ ઠાર મરાયા
- સુરક્ષાદળો ઠાર મારેલા આતંકવાદીઓની હજુ સુધી ઓળખ થઈ નથી
બારામુલ્લા, 14 સપ્ટેમ્બર: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે આજે શનિવારે અથડામણ શરૂ થઈ છે. આ અથડામણમાં, સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસે અત્યારસુધીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે, જેમની ઓળખ હજુ સુધી થઈ નથી. હકીકતમાં, આ અથડામણ ચક ટપ્પર ક્રિરી પટ્ટન વિસ્તારમાં થઈ હતી. આ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, પોલીસ અને સુરક્ષા દળો કામ પર લાગેલા છે. આ અથડામણમાં, આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમની ઓળખ હજુ સુધી થઈ નથી, કારણ કે આ વિસ્તારમાં હજુ પણ ફાયરિંગ ચાલુ છે. વધુ માહિતી પછી શેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એક તરફ બારામુલ્લામાં એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. ત્યાં બીજી તરફ કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં JCO સહિત બે જવાન શહીદ થયા છે.
OP CHAK TAPAR, #Baramulla
Based on specific intelligence input regarding presence of terrorists, a Joint Operation was launched by #IndianArmy & @JmuKmrPolice on the intervening night of 13-14 Sep 24 in general area Chak Tapar Kreeri, Baramulla. Contact was established and… pic.twitter.com/JeUGEUt8VV
— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) September 14, 2024
કિશ્તવાડના એન્કાઉન્ટરમાં સેનાના બે જવાન શહીદ
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ઉપલા વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સહિત બે સૈન્યના જવાનો શહીદ થયા હતા જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા. સુરક્ષા અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ છતરુ વિસ્તારના નૈદગામ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું જે દરમિયાન અથડામણ થઈ. તેમણે જણાવ્યું કે, છતરુ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના નૈદગામની ઉપરના ભાગમાં પિંગનલ દુગડ્ડા જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોના સર્ચ દળો અને છુપાયેલા આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો.
VIDEO | Jammu and Kashmir: Encounter underway between security forces and terrorists in Chak Tapper Kreeri Pattan area of #Baramulla.#JKNews #JammuAndKashmir
(Visuals deferred by unspecified time)
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/jeD4BnIxsL
— Press Trust of India (@PTI_News) September 14, 2024
VIDEO | Jammu and Kashmir: Encounter underway between security forces and terrorists at Chak Tapper Kreeri Pattan area of #Baramulla.#JammuAndKashmir
(Visuals deferred by unspecified time.)
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/IuJwWMY6St
— Press Trust of India (@PTI_News) September 14, 2024
અધિકારીએ શું કહ્યું?
અધિકારીઓએ જણાવ્યું કે, આ એન્કાઉન્ટરમાં સેનાના ચાર જવાનો ઘાયલ થયા હતા અને તેમાંથી બે જેસીઓ નાયબ સુબેદાર વિપન કુમાર અને કોન્સ્ટેબલ અરવિંદ સિંહનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સેનાએ પણ બે જવાનોના શહીદ થયાની પુષ્ટિ કરી છે. “વ્હાઈટ નાઈટ કોર્પ્સના GOC (જનરલ ઓફિસર કમાન્ડિંગ) અને તમામ રેન્કના જવાન, બહાદુરોના બલિદાનને સલામ કરે છે અને તેમના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે,” આર્મીએ અગાઉ કહ્યું હતું કે, સૈનિકોએ આતંકવાદીનો સામનો કર્યો હતો અને એન્કાઉન્ટર લગભગ 3.30 વાગ્યે શરૂ થયું હતું.
આ પણ જૂઓ: J&K : કિશ્તવાડમાં આતંકીઓ સાથેની અથડામણમાં બે જવાનો શહીદ