ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, સર્ચ ઑપરેશન ચાલુ

Text To Speech

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. પુલવામાના પરિગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે આ અથડામણ હજુ પણ ચાલુ છે. આતંકવાદી ગતિવિધિની જાણ થયા બાદ સુરક્ષા દળોએ પરિગામ વિસ્તારમાં મોટા પાયે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પરિગામ વિસ્તારમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર શરૂ થયું હતું. આખા વિસ્તારમાં બે જેટલા આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. હાલમાં ત્યાં સુરક્ષા દળોનું ઑપરેશન ચાલી રહ્યું છે.

બે દિવસ પહેલા શોપિયાંમાં એન્કાઉન્ટર થયું હતું

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. સુરક્ષા દળોએ હથિયારો અને દારૂગોળા જપ્ત કર્યા હતા. આતંકવાદી ગતિવિધિ અંગે ઈનપુટ મળ્યા બાદ સેના અને પોલીસના જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારબાદ વિસ્તારમાં જવાનોની હિલચાલ જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં માર્યો ગયેલો આતંકવાદી TRAS સંગઠન સાથે સંકળાયેલો હતો.

કુલગામમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા

ગયા મહિને 4 ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કર્યા હતા. જે બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. જિલ્લામાં આતંકવાદીઓની માહિતી મળતાની સાથે જ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. જે બાદ સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. બંને આતંકીઓ હિઝબુલ મુજાહિદ્દીનના હતા.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરના અરનિયા વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન

Back to top button