જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર, બે આતંકવાદી ઠાર
- જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. આ વિસ્તારમાં બે આતંકીઓ ફસાયા હતા અને માર્યા ગયા હોવાના અહેવાલ
બારામુલ્લા, 19 જૂન: જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટા સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. અહીં બારામુલ્લા જિલ્લાના હદીપોરા ગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં 2 આતંકીઓ માર્યા ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર સોપોર પોલીસ સ્ટેશનના હદીપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો સંયુક્ત રીતે આ ઓપરેશન ચલાવી રહ્યા છે.
#Encounter has started at Hadipora area of PD #Sopore. Police and security forces are on the job. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) June 19, 2024
ગઈકાલે પણ થયું હતું ફાયરિંગ
ઉલ્લેખનીય છે કે મંગળવારે (18 જૂને) જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ થયા બાદ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. આ મામલે જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું, “આ વિસ્તારમાં આતંકવાદીઓ વિશે ચોક્કસ માહિતીના આધારે સુરક્ષા દળો દ્વારા પૂંચ જિલ્લામાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો.”
શ્રીનગર બન્યું અસ્થાયી રેડ ઝોન
શ્રીનગર પોલીસે મંગળવારે કહ્યું હતું કે ડ્રોન નિયમો, 2021 ના નિયમ 24(2) ની જોગવાઈઓ અનુસાર શ્રીનગરને તાત્કાલિક અસરથી ડ્રોન અને ક્વોડકોપ્ટર્સના સંચાલન માટે ‘અસ્થાયી રેડ ઝોન’ જાહેર કરવામાં આવ્યું છે. શ્રીનગર પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, “રેડ ઝોનમાં તમામ અનધિકૃત ડ્રોન ઓપરેશન્સને ડ્રોન નિયમો 2021ની સંબંધિત જોગવાઈઓ અનુસાર સજા થઈ શકે છે.”
આ પણ વાંચો: અયોધ્યા રામ મંદિર પરિસરમાં તૈનાત સૈનિકના માથામાં વાગી ગોળી, થયું મૃત્યુ; મચી અફરાતફરી