આર્મી મેન બનીને ઈમરાન હાશમી ચોંકાવી દેશે, જુઓ ગ્રાઉન્ડ ઝીરોનું જબરજસ્ત ટીઝર


- તેજસ દેઓસ્કર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી બીએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ નરેન્દ્ર નાથ દુબેની ભૂમિકા ભજવશે
HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડમાં સીરિયલ કિસર તરીકે પ્રખ્યાત અભિનેતા ઈમરાન હાશ્મીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અભિનેતા પહેલીવાર આર્મી મેનની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. તેજસ દેઓસ્કર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી બીએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ નરેન્દ્ર નાથ દુબેની ભૂમિકા ભજવશે.
28 માર્ચે એક્સેલ મૂવીઝની યુટ્યુબ ચેનલ પર તેની ટીઝર રિલીઝ થયું હતું, જેની માહિતી એક્સેલ મૂવીઝ દ્વારા તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા શેર કરવામાં આવી હતી. પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું, બહાદુરી, બલિદાન અને એક મિશન જેણે બધું બદલી નાખ્યું. ‘ગ્રાઉન્ડ ઝીરો’નું ટીઝર હવે રિલીઝ થઈ ગયું છે. હવે પ્રહાર થશે.
ફિલ્મનું ટીઝર 1.12 મિનટનું છે, જેની શરૂઆત એક આતંકવાદીના અવાજથી થાય છે, જે કહે છે, હિન્દુસ્તાનના વઝિર-એ-આલમ, સાંભળી લો. કાશ્મીરની આઝાદી, એક જ ધ્યેય. જૈશ મોહમ્મદ ઈન્સાફ કરશે. ત્યારબાદ આર્મીનો યુનિફોર્મ પહેરીને ઈમરાન હાશમીની એન્ટ્રી બતાવવામાં આવે છે. જેમાં અભિનેતા આર્મીના જવાનોની વચ્ચે ઉભા રહીને બોલે છે. પહેરેદારી બહુત હુઈ, અબ પ્રહાર હોગા. ત્યારબાદ જબરજસ્ત ગોળીબાર અને વિસ્ફોટો જોવા મળે છે.
ફિલ્મ ગ્રાઉન્ડ ઝીરોની સ્ટોરી
આ ફિલ્મમાં 2001ના વર્ષનો ઈતિહાસ બતાવવામાં આવ્યો છે, જ્યાં 70 આર્મીના જવાનોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. તે BSF ના સૌથી જબરદસ્ત ઓપરેશનમાંના એકની વાર્તા દર્શાવે છે. ફિલ્મમાં ઈમરાન હાશ્મી બીએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ નરેન્દ્ર નાથ દુબેની શક્તિશાળી ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી ઉપરાંત, સાઈ તામહણકર, ઝોયા હુસૈન, મુકેશ તિવારી, દીપક પરમેશ, લલિત પ્રભાકર, રોકી રૈના અને રાહુલ વોહરા પણ મહત્ત્વની ભૂમિકામાં છે.
આ પણ વાંચોઃ ક્રિશ 4 ફિલ્મથી ઋતિક રોશનનું ડિરેક્ટોરિયલ ડેબ્યૂ, કોની સાથે હાથ મિલાવ્યો?