ઈમરાન હાશમીને શાહરૂખની બર્થડે પાર્ટીમાં મજા ન આવી, જણાવ્યું કારણ…
- શાહરૂખ ખાનની બર્થડે પાર્ટીની હંમેશા પ્રશંસા થતી હોય છે. કોઈ પણ સેલિબ્રીટી તેની પાર્ટી એેટેન્ડ કરવાનું છોડતા નથી. જોકે ઈમરાન હાઝમીએ જણાવ્યું કે તેને શાહરૂખની બર્થડે પાર્ટીમાં એટલી મજા ન આવી.
મુંબઈઃ ઈમરાન હાઝમી ફિલ્મ ટાઈગર-3માં તેના જબરજસ્ત પર્ફોમન્સને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં તે નેગેટિવ રોલમાં છે, પરંતુ તેને ખૂબ પ્રશંસા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ઈમરાન હાઝમી થોડા દિવસ પહેલા શાહરૂખ ખાનની બર્થડે પાર્ટીમાં ગયો હતો, પરંતુ તેણે ત્યાં એન્જોય ન કર્યું. શાહરૂખની બર્થડે પાર્ટીના અનુભવ વિશે તેને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તેને પાર્ટીઝ પસંદ નથી. તેની પાછળનું કારણ પણ જણાવ્યું.
પાર્ટીનો ફેન નથી
ઈમરાન હાઝમીએ શાહરૂખની પાર્ટી અંગે વાત કરતા કહ્યું કે હું પાર્ટીનો ફેન નથી અને કોણ જાણે કેમ મને ફર્ક પડતો નથી. હું ડ્રિંક કરતો નથી અને એજ સૌથી મોટું કારણ છે. હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગોસિપમાં પણ પડતો નથી. ઈમરાને એમ પણ કહ્યું કે હું 12 વાગ્યાથી વધુ જાગતો નથી અને સવારે 6.30થી 7 સુધી જાગી જઉં છુ. મહામારી બાદ હું મારી હેલ્થને લઈને વધુ સજાગ બન્યો છું. મને મોડા સુવા વાળી લાઈફ સ્ટાઈલ પણ પસંદ નથી.
મને ખોટા વખાણ પસંદ નથી
ઈમરાને એમ પણ કહ્યું કે તે ફિલ્મના સ્ક્રિનિંગ પર પણ જતો નથી, કેમકે બહાર આવીને વખાણ કરવા પડે છે. મને ફીલ્મ ન ગમે તો હું ખોટુ બોલી શકતો નથી. મારા ફેસ પર બધું જ દેખાય છે.
વિલન બનવા પર ઈમરાને શું કહ્યું?
ઈમરાને કહ્યું કે તે પહેલા વિચારમાં પડી ગયો હતો કે વિલનનું પાત્ર ભજવવું કે નહીં. ઈમરાને ભલે ગ્રે શેડના કેરેક્ટર ભજવ્યા હોય, પરંતુ ક્યારેય વિલન બન્યો નથી. તે કહે છે હું ખૂબ કન્ફ્યુઝ હતો, કેમકે વિલન શબ્દ સાંભળતા જ તમારા દિમાગમાં એક અલગ ઈમેજ બની જાય છે. જોકે સમગ્ર ડિટેલ જાણ્યા બાદ મેં હા કહી દીધું.
આ પણ વાંચોઃ ઠંડીમાં પીવો તજની ચા, આ બીમારીઓથી બચીને રહેશો