ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

રોજગાર મેળોઃ વડોદરામાં ચાર દિવ્યાંગ સહિત 67ને નિમણૂકપત્રો એનાયત

Text To Speech
  • વડોદરામાં આયુષ અને બાળ વિકાસ રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાએ નવી નિમણૂક મેળવનારને નિમણૂક પત્રો આપ્યા, તમામને કર્મયોગી પોર્ટલ દ્વારા તાલીમ અપાશે.

રોજગાર મેળો વડોદરા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સરકારના વિવિધ વિભાગોમાં દેશના યુવાનો યુવતીઓને રોજગારીપત્રો આપવાની દસમી શૃંખલામા 51000થી વધુ રોજગારીપત્રો એનાયત કરવામાં આવ્યા છે. જેમાં વડોદરા સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે રોજગારીપત્રો વિતરણ કરવાના સમારોહનું આયોજન આવ્યું હતું, જેમાં સરકારના વિવિધ વિભાગોમા કુલ 67 યુવાનો યુવતીઓને રોજગારીપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ સમારોહમાં ઉપસ્થિત રોજગારી મેળવતા ઉમેદવારોને આવકારીને તેમને અભિનંદન આપ્યા હતા. તેમને સરકારની યુવાનો અને મહિલાઓ માટેની યોજનાઓ વિશે તેમજ વર્તમાન કેન્દ્ર સરકારના પ્રજાલક્ષી કાર્યોનો ચિતાર આપ્યો હતો. ત્યારબાદ દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમણે આજે રોજગારી મેળવનાર યુવાનો યુવતીઓને સંબોધન કરીને શુભેચ્છા આપી હતી. સરકારના વિવિધ વિભાગોમાં નવનિયુક્તિ મેળવનાર યુવાનો યુવતીઓને લોકોની સેવા કરવા માટે જણાવ્યું હતું.

વડોદરામાં રોજગારીપત્રો વિતરણ સમારોહમાં સરકારના વિવિધ વિભાગોમા કુલ 67 યુવાનો યુવતીઓને રોજગારીપત્રો વિતરણ કરવામાં આવ્યા. જેમાં રેલ્વેમાં 37, પોસ્ટલમાં 13, આવકવેરા વિભાગમાં 3 ઓરીએન્ટલ વીમા કંપનીમાં 9, સીઆરપીએફમાં 1, એસબીઆઈઅને પીઆઈબી બેંકમાં એક એક, કેન્દ્રીય વિધ્યાલયમાં એક અને એસવીએનઆઈટીમાં 1 મળી કુલ 67 જણાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રોજગારી પત્રો એનાયત કરવામાં આવ્યા.

આ પણ વાંચો: સ્વદેશ દર્શન 2.0 હેઠળ ધોળાવીરાના વિકાસ માટે કામગીરી શરૂ

Back to top button