અમદાવાદમાં વરસાદનું પાણી ભરાતા તેનો નિકાલ કરવા આવશે કર્મચારી
- શહેરમાં 50 ખંભાતી કૂવા મારફતે વરસાદી પાણીનો સંચય કરાશે
- 140 જેટલા વોટર લોગિંગ સ્થળ પર AMCના કર્મચારીઓને તૈનાત રહેશે
- કોર્પોરેશને 48 વોર્ડમાં પાણી કાઢવા ગાર્ડન ટીમને જવાબદારી સોંપી
અમદાવાદમાં વરસાદનું પાણી ભરાતા તેનો નિકાલ કરવા કર્મચારી આવશે. જેમાં અગાઉ AMCએ સ્વયંસેવકો ગોઠવવાની વાત કરેલી હતી. હવે કોર્પોરેશને 48 વોર્ડમાં પાણી કાઢવા ગાર્ડન ટીમને જવાબદારી સોંપી છે. તેમાં શહેરમાં 50 ખંભાતી કૂવા મારફતે વરસાદી પાણીનો સંચય કરાશે.
આ પણ વાંચો: અમદાવાદમાં CNG કિટ પર પાટિયુ રાખી બાળકોને બેસાડનારી સ્કૂલવાન ડિટેઇન કરાશે
140 જેટલા વોટર લોગિંગ સ્થળ પર AMCના કર્મચારીઓને તૈનાત રહેશે
AMC દ્વારા ચોમાસામાં શહેરમાં વરસાદી પાણી ભરાવાને કારણે નાગરિકોને વેઠવી પડતી હાલાકી હળવી કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 140 જેટલા વોટર લોગિંગ સ્થળ પર AMCના કર્મચારીઓને તૈનાત રાખવામાં આવશે. આમ, અગાઉ, નક્કી કરાયા મુજબ, વરસાદી પાણીના નિકાલ માટે નાગરિકોને વોલન્ટિયર્સ તરીકે કામગીરી કરવાનો વારો આવશે નહીં. પાણી ભરાવાની શક્યતા ધરાવતા નક્કી કરાયેલા 140 જેટલા સ્થળ પર જેકેટ પહેરીને ફરજ બજાવનાર કર્મચારીઓના મોબાઈલ નંબર સ્થાનિક કોર્પોરેટરો અને મ્યુનિ. કન્ટ્રોલ રૂમના અધિકારીઓને આપવામાં આવશે. AMC દ્વારા હવામાન ખાતાની ભારે અને અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને તમામ 140 કર્મચારીઓને પણ જાણ કરીને સાવધ રહેવા સૂચના આપવામાં આવશે. મધ્ય ઝોનમાં પ્રોપર્ટી ટેક્સ સંબંધિત ફરિયાદોનો નિકાલ કરવા સૂચના આપવામાં આવી છે.
શહેરમાં 50 ખંભાતી કૂવા મારફતે વરસાદી પાણીનો સંચય કરાશે
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ મારફતે તળાવોમાં વરસાદી પાણીનો નિકાલ કરાશે તેમજ 35 STP ખતો પંપ ઓપરેટરોને હાજર રખાશે ઝાડ ધરાશાયી થવાથી સર્જાતી સમસ્યા નિવારવા તમામ 48 વોર્ડમાં ગાર્ડનની ટીમને હાજર રખાશે અને સોસાયટીઓમાંથી ગાર્ડન વેસ્ટ ઉપાડવા સૂચના અપાઈ છે. શહેરમાં 50 ખંભાતી કૂવા મારફતે વરસાદી પાણીનો સંચય કરાશે.