કચ્છ - સૌરાષ્ટ્રચૂંટણી 2022
ભાવનગર જિલ્લામાં ઈવીએમ લઈને આવેલા કર્મચારીઓનું તાળીઓના નાદ સાથે સ્વાગત કરાયું
વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત ભાવનગર જિલ્લામાં 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. ત્યારે ઈવીએમ લઈને આવેલા કર્મચારીઓનું રીસીવિંગ સેન્ટર ખાતે તાળીઓના નાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભાવનગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ ઈવીએમ લઈને ચૂંટણી પૂરી થયા બાદ દૂર દરાજના ગામોમાંથી રીસીવિંગ સેન્ટર ખાતે મોડી રાત્રીના પહોંચતા હોય છે ત્યારે તેમની આ કામગીરીને બિરદાવવા માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ – કર્મચારીઓનું સ્વાગત તાળીઓના નાદ સાથે કર્યુ હતું અને તેમને આવકાર્યા હતા.
આ પણ વાંચો : બનાસકાંઠાની ધાનેરા બેઠક પર જીતશે ભગવાનદાસ પટેલ ?
ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ આવા અનોખા સ્વાગત થી ખુશ થઈ ગયા હતા.