અમદાવાદના વસ્ત્રાપુરમાં ગટર સાફ કરવા ઉતરેલા કર્મચારીનું મૃત્યુ


- ગટર સાફ કરવાને લઈને કોઈ જ ટેક્નોલોજી વિકસિત નથી
- વસ્ત્રાપુરમાં ગટર સાફ કરતા દરમિયાન એક શ્રમિકનું મોત
- ગેસ ગળતરના કારણે શ્રમિકનો શ્વાસ રૂંધાયો અને મોત થયુ
ગુજરાતમાં હજુ સુધી ગટર સાફ કરવાને લઈને કોઈ જ ટેક્નોલોજી વિકસિત કરવામાં આવી નથી. યોગ્ય મશીનરી અને ટેક્નોલોજીના અભાવે અવાર-નવાર ગટર સાફ કરવા માટે શ્રમિકોએ ગટરની અંદર ઉતરવું પડે છે. જે દરમિયાન ગેસ ગળતરના કારણે શ્રમિકો મોતને ભેટે છે.
વસ્ત્રાપુરમાં ગટર સાફ કરતા દરમિયાન એક શ્રમિકનું મોત
આવો જ કિસ્સો ફરી અમદાવાદના પોષ વિસ્તારમાં બન્યો છે. જેમાં વસ્ત્રાપુરમાં ગટર સાફ કરતા દરમિયાન એક શ્રમિકનું મોત નિપજ્યું છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં સુભાષ પાર્ક પાસે લાલા પટેલ નામનો શ્રમિક ગટર સાફ કરવા માટે અંદર ઉતર્યો હતો. એક ખાનગી સોસાયટી દ્વારા શ્રમિકને ગટર સાફ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો.
ફાયરની ટીમ દ્વારા શ્રમિકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો
શ્રમિક ગટર સાફ કરતો હતો તે દરમિયાન તેનું ગેસ ગળતરના કારણે શ્રમિકનો શ્વાસ રૂંધાયો અને તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા શ્રમિકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં પોલીસને જોઈ જુગારીઓ નદીમાં કૂદ્યા, બે લોકો મૃત્યુને ભેટ્યા