પાકિસ્તાને ગુજરાતના 21 માછીમારો મુક્ત કરતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા


- આ માછીમારો વાઘા બોર્ડરથી ભારતમાં આવ્યા હતા
- વડોદરા રેલવે સ્ટેશનથી બસ મારફતે વેરાવળ તરફ રવાના કરાવામાં આવ્યા
- માછીમારોની મુક્તિની જાહેરાત કરવામાં આવતા પરિવારજનોને રાહત
પાકિસ્તાનની જેલોમાં બંધ ભારતના માછીમારો પૈકી 22 માછીમારોને મુક્ત કરીને ભારત મોકલવામાં આવ્યા છે તે પૈકી ગુજરાત અને દીવના 21 માછીમારો ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા. અહીથી તેઓને તેમના વતન સુધી પહોંચાડવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.
તાજેતરમાં 22 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે
દરિયામાં માછલી પકડવા જતા માછીમારોને પાકિસ્તાન દ્વારા ઝડપી લઇને ત્યાની જેલમાં પુરવામાં આવે છે અને યાતનાઓ આપવામાં આવે છે. ભારત સરકારની રજૂઆતો બાદ તબક્કાવાર કેટલાક માછીમારોને છોડવામાં આવે છે તે પૈકી તાજેતરમાં 22 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે.
આ માછીમારો વાઘા બોર્ડરથી ભારતમાં આવ્યા હતા
આ માછીમારો વાઘા બોર્ડરથી ભારતમાં આવ્યા હતા. અહી તેઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતું અને ટ્રેન મારફતે વતનમાં રવાના કરાયા હતા. આ 22 માછીમારોમાં 21 ગુજરાતના છે જ્યારે એક ઉત્તર પ્રદેશનો છે. ગુજરાતના 21 માછીમારો સોમવારે ટ્રેન મારફતે વડોદરા આવી પહોંચ્યા હતા. જેમાં 15 ગીરસોમનાથના હતા, 3 દ્વારકાના અને 3 દિવના હતા તેઓને વડોદરા રેલવે સ્ટેશનથી બસ મારફતે વેરાવળ તરફ રવાના કરાવામાં આવ્યા છે.
માછીમારોની મુક્તિની જાહેરાત કરવામાં આવતા પરિવારજનોને રાહત
કરાચીના માલીર ખાતેથી છોડવામાં આવેલા આ 22 ખલાસીઓને તા. 22 ફેબ્રુઆરીના વાઘા બોર્ડર ખાતે ભારત સરકારને સોંપવામાં આવ્યા હતા. અને ત્યારબાદ તેઓ ત્યાંથી તેમના વતન પહોંચ્યા છે. માછીમારોની મુક્તિની જાહેરાત કરવામાં આવતા તેમના પરિવારજનોને પણ રાહત થઇ છે અને હોળીના તહેવાર પહેલા દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો: અમદાવાદ : મધ્યાહન ભોજનમાં પૂર્વ-પશ્ચિમનો ભેદ, બજેટ બેઠકમાં આક્ષેપ