ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પટનામાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, 185 મુસાફરોનો આબાદ બચાવ

Text To Speech

બિહારના પટનામાં મોટી દુર્ઘટના ટળી ગઈ છે. પટનામાં સ્પાઈસ જેટના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. પ્લેનમાં આગ લાગવાના કારે ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ પ્લેન દિલ્હી જઈ રહ્યું હતું. તેમાં 185 મુસાફરો સવાર હતા. તે સમયે એન્જિનમાં આગ લાગવાના કારણે પટનામાં ઈમરજન્સી લેન્ડ કરવું પડ્યું. પ્લેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે અને લેન્ડિંગ કર્યા બાદ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

સ્પાઈસ જેટનું પ્લેન જ્યારે ટેક ઓફ થયું ત્યારે તેના પંખામાં આગ લાગી હતી. આ પ્લેન પટનાના જયપ્રકાશ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બપોરે 12 વાગ્યે અને 10 મિનિટે ઉડાન ભરી હતી. ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં પ્લેનના પંખામાં આગ લાગી હતી. જેથી પાયલોટે તાત્કાલિક આ વિશે જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમને બોલાવી પ્લેનને ઈમરજન્સી લેન્ડ કરતા મોટી દુર્ઘટના ટળી હતી.

સ્પાઈસજેટ એરક્રાફ્ટની SG 725 નંબરની ફ્લાઈટના લેફ્ટ એન્જિનમાંથી ટેક ઓફ કરતાની અગનગોળા નીકળવા લાગ્યા. પ્લેનમાંથી આવતા જોરદાર વિસ્ફોટોથી અંદરના મુસાફરો ડરી ગયા એટલું જ નહીં, આ અવાજો સાંભળીને શહેરના લોકો પણ ચોંકી ગયા. ઉડાન ભર્યા બાદ થોડે દૂર ગયા પછી પણ પરિસ્થિતિ કાબૂમાં ન આવતા પાયલોટે તરત જ એર ટ્રાફિક કંટ્રોલ પાસે વિમાન ઈમરજન્સી લેન્ડ કરવાની પરવાનગી માગી. ત્યારબાદ, રનવે ક્લિયર કરી દેવામાં આવ્યો અને પાયલોટે ખૂબ જ સતર્કતાથી પ્લેનનું લેન્ડિંગ કરાવ્યું.

Back to top button