ટોપ ન્યૂઝ

હવામાં વિમાનનું એન્જીન બંધ થતાં મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ…જાણો સમગ્ર મામલો

Text To Speech

એર ઈંડિયાનું વિમાન ઉડાન ભરતાની સાથે કોઈ ટેકનિકલ ખામીના કારણે વિમાનનું એન્જીન બંધ થઈ ગયું હતું. એન્જીન બંધ થતાં પાયલટ દ્વારા મુંબઈ એરપોર્ટ પર લેન્ડીંગ કરાવવામાં આવ્યું હતું.

સમગ્ર ઘટનાની મળતી માહિતી પ્રમાણે ટાટા ગ્રુપ દ્વારા સંચાલિત એર ઈંડિયાનું A320neo વિમાન ઉડાન ભરતાની સાથે કોઈ ટેકનિકલ ખામીના કારણે 27 મિનિટ બાદ મુંબઈ એરપોર્ટ પર પાછુ આવ્યું હતું. અધિકારીઓએ શુક્રવારે વાતની જાણકારી આપી હતી કે, પ્લેન ઉડ્યા બાદ ટેકનિક ખામી થવાના કારણે એન્જીન હવામાં બંધ થઈ ગયું જે બાદ પાયલટે પ્લેનને તુરંત પાછુ એરપોર્ટ પર ઉતારી દીધું હતું.

એર ઈંડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બેંગલુરુ જતું પ્લેનના મુસાફરોને ગુરૂવારે બીજા પ્લેનમાં બેસાડ્યા હતા. સોર્સના જણાવ્યા અનુસાર વિમાનન નિયામકે ઘટનાની તપાસ કરી રહ્યું છે. એર ઈંડિયાના A320neo વિમાનમાં CFMના લીપ એન્જિન લાગેલા હોય છે. ઘટના વિશે એર ઈંડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એર ઇંડિયાના સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. અમારા વિમાનના પાયલટ અને અન્ય બીજા સ્ટાફ આવી રીતે ઈમરજન્સી સ્થિતિઓના નિવારણ માટે સક્ષમ અને ટેલેન્ટેડ છે. મામલામાં અમારી એન્જીનિયરીંગ અને મેંટેનેસ ટીમે તાત્કાલિક મુદ્દે તપાસ શરૂ કરી દીધી છે

Back to top button