ટોપ ન્યૂઝવર્લ્ડ

શ્રીલંકામાં વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે બન્યા કાર્યકારી રાષ્ટ્રપતિ

Text To Speech

શ્રીલંકા હાલ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટાબાયાના ભાગી ગયા બાદ ફાટી નીકળેલા રમખાણોને જોતા વડાપ્રધાન કાર્યાલયે ફરી એકવાર દેશમાં ઈમરજન્સી જાહેર કરી છે. બુધવારે જ્યારે શ્રીલંકામાં જનતાને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના દેશ છોડીને માલદીવ ભાગી જવાના સમાચાર મળ્યા તે પછી ભારે વિરોધ ફાટી નીકળ્યો.

શ્રીલંકામાં ઇમરજન્સીનું એલાન

શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેને દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવામાં આવ્યા છે. તેમણે દેશમાં ઈમરજન્સીની જાહેરાત કરી છે. આ તમામની વચ્ચે કોલંબોમાં રસ્તા પર લોકો ઉતરી આવ્યા છે. બીજી બાજૂ શ્રીલંકામાં આજે સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે સંઘર્ષ થવાના અણસાર મળતા સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેથી લોકોને પ્રદર્શન કરતા રોકી શકાય.

રાનિલ વિક્રમસિંઘે બન્યા કાર્યકારી રાષ્ટ્રપતિ

પ્રદર્શનકારીઓએ સંસદ અને પીએમ હાઉસ પર હુરિયો બોલાવ્યો હતો. તેમના પર લાઠીચાર્જ પણ થઈ રહ્યો છે. આ તમામની વચ્ચે પીએમ રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકામાં કટોકટી જાહેર કરી છે. આદેશ આપવામાં આવ્યો છે કે હુમલો કરી રહેલા લોકોની ધરપકડ કરવામાં આવે અને તેમના વાહનો પણ જપ્ત કરવામાં આવે.

Back to top button