આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ન્યુયોર્કમાં અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

  • ન્યુયોર્કમાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ
  • મુશળધાર વરસાદને કારણે શહેરમાં કટોકટી જાહેર કરાઈ
  • જનજીવન થયું અસ્તવ્યસ્ત તો ફ્લાઈટો અને ટ્રેનો કરાઈ રદ્દ

અમેરિકાના ન્યુયોર્કમાં અતિભારે વરસાદને પગલે સમગ્ર શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેમાં મુશળધાર વરસાદ પડવાને કારણે શહેરમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ચારે બાજુ પાણી-પાણી થઇ ગયું છે. જેથી લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે અને સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થયું છે તો ફ્લાઈટો અને ટ્રેનો પણ રદ્દ કરવામાં આવી છે તેમજ શહેરના લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી અને ટ્રાવેલ એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.

 

 

મુશળધાર વરસાદ પડવાને કારણે શહેરમાં કટોકટી જાહેર

ભારે વરસાદ અને પૂરના કારણે શહેરની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી લોકોને ક્યાંય પણ મુસાફરી કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પાણી ભરાઈ ગયા હોવાથી મેટ્રો સેવા બંધ કરી દેવામાં આવી હતી. રસ્તાઓ અને હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા. સબવે સિસ્ટમ પણ બંધ કરી દેવામાં આવી હતી. શેહરના કેટલાક વિસ્તારોમાં 5 ઇંચ (13 સેમી)થી પણ વધુ વરસાદ પડવાને કારણે શહેરમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. જયારે વધુ વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે.

 

પુરની પરિસ્થિતિ વિશે શું કહ્યું ન્યૂયોર્કના ગવર્નરે?

ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે રાજ્યમાં કટોકટી જાહેર કરતા જણાવ્યું હતું કે શહેરના કેટલાક ભાગોમાં રાતોરાત 5 ઇંચ (13 સેમી) વરસાદ નોંધાયો છે અને દિવસ દરમિયાન 18 સેમી (7 ઇંચ) વરસાદની સંભાવના છે. જો કે, અધિકારીઓએ સ્થિતિ વિશે કહ્યું કે, વરસાદ અને પૂરને કારણે કોઈ જાનહાનિની અત્યારસુધીમાં માહિતી નથી. પૂર અને વરસાદના કારણે સમગ્ર વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.

Back to top button