ગુજરાતમાં ઈમરજન્સીના કેસોમાં વધારો, અમદાવાદમાં સૌથી વધુ દોરીથી ઈજા થવાના કેસ
- ઈમરજન્સીના કેસોમાં વધારો કુલ 2,792 કેસ આવ્યા
- દોરીથી ઇજા પામવાના કુલ 66 બનાવો બન્યા છે
- વડોદરમાં એક યુવકને ચાઈનીઝ દોરીથી મોત
ગુજરાતમાં ઈમરજન્સીના કેસોમાં વધારો થયો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ દોરીથી ઈજા થવાના કેસ સામે આવ્યા છે. તેમજ ઉત્તરાયણની ઊજવણીએ રાજયભરમાં ઈમરજન્સીના કેસોમાં વધારો થતા ઇમરજન્સીના કુલ 2,792 કેસ સામે આવ્યા છે. તેમજ દોરીથી ઇજા પામવાના કુલ 66 બનાવો બન્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ, ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન
અમદાવાદમાં ઈમરજન્સીના બનાવોમાં વધારો થયો
તહેવારમાં રોડ એક્સિડન્ટના કુલ 513 કેસ છે. ઉત્તરાયણ તહેવારની ઊજવણી પર અમદાવાદમાં ઈમરજન્સીના બનાવોમાં વધારો થયો છે. અનેક જગ્યાઓ દોરીથી ઈજાઓ થવાના સમાચાર મળી રહ્યાં છે તો ક્યાંક ધાબા પરથી પટકાવાના સમાચાર મળી રહ્યાં છે. અમદાવાદમાં સૌથી વધુ દોરીથી ઈજા થવાના 27 કેસ અમદાવાદ શહેરમાં જ નોંધાયા છે. આ ઉત્તરાયણમાં રોડ અકસ્માતથી એક્સિડેન્ટ થવાના કેસ પણ વધુ થયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી એક વાર લઠ્ઠાકાંડની આશંકા, દારુ પીવાથી 2ના મોત
વડોદરમાં એક યુવકને ચાઈનીઝ દોરી વાગતાં મોત નીપજ્યું
વડોદરમાં એક યુવકને ચાઈનીઝ દોરી વાગતાં મોત નીપજ્યું હતું. વડોદરામાં આવેલા વાઘોડિયા વિસ્તારમાં એક યુવાનને ચાઈનીઝ દોરી વાગી હતી. વાઘોડિયા રોડ ચાર રસ્તા પરથી પસાર થતાં બાઈક ચાલકના ગળામાં ચાઈનીઝ દોરી આવી ગઈ હતી. બાઈક સવારને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેને લઈને આસપાસથી લોકો દોડી આવ્યાં હતા અને ઘાયલ યુવાનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો.