બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે કંગનાની ફિલ્મ ઈમરજન્સીનો ધબડકો, જાણો કેટલી થઈ કમાણી


Emergency Box Office Collection Day 1: કેટલીય અડચણો બાદ આખરે કંગના રાનૌતની મચ અવેટેડ પોલિટિકલ ડ્રામા ફિલ્મ ઈમરજન્સી 17 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં 1975ના રાજકીય ઉથલપાથલને બતાવ્યું છે. જ્યારે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લગાવી હતી. આ ફિલ્મની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તો આવો જાણીએ ઈમરજન્સી ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે કેવી કમાણી કરી છે.
પહેલા દિવસે કેવી રહી કમાણી
ઈમરજન્સીના પ્રથમ દિવસની કમાણીના આંકડા સામે આવ્યા છે. પહેલા દિવસે ફિલ્મે આશા અનુસાર ખૂબ જ ઓછું કલેક્શન કર્યું છે. સૈકનિલ્કના અર્લી ટ્રેન્ડ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, કંગના રાનૌતની ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે શુક્રવારે 2.35 કરોડની કમાણી કરી છે. જો કે ઓફિશિયલ ડેટા આવવાનો બાકી છે.
અહીં ઉલ્લેખનિય છે કે, કંગના રાનૌતના કરિયરની આ એક મહત્વની ફિલ્મ છે. સાથે જ તેના દિલની ખૂબ જ નજીક છે. કારણ કે ફિલ્મમાં એક્ટિંગ કરવાની સાથે કંગનાએ તેને ડાયરેક્ટ પણ કરી છે. ઈમરજન્સી ફિલ્મ જોવા માટે લાંબા સમયથી લોકો આતુર હતા. પણ વિવાદોમાં ફસાવાના કારણે ફિલ્મની રિલીઝ ડેટ કેટલીય ટળી ગઈ.
ફિલ્મની કમાણીએ નિરાશ કર્યા
પહેલા દિવસે ફિલ્મે ધીમી શરુઆત કરી. જો કે આશા છે કે વીકેન્ડ પર આ ફિલ્મની કમાણીમાં ઉછાળો આવી શકે. શનિવાર-રવિવારે કંગનાની ફિલ્મ દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચવામાં સફળ થઈ શકે છે.
કંગનાની છેલ્લી ત્રણ ફિલ્મની આવી હાલત થઈ
આ અગાઉ કંગનાને તેજસ ફિલ્મમાં જોવાઈ હતી. જેણે બોક્સ ઓફિસ પર 1.25 કરોડ રુપિયાની ઓપનિંગ કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ધાકડ ફિલ્મે પહેલા દિવસે 50 લાખની કમાણી કરી હતી. થલાઈવીએ પહેલા દિવસે 1.25 કરોડનું કલેક્શન કર્યું હતું. ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. હવે ઈમરજન્સી કંગનાને હિટની ગિફ્ટ આપે છે કે નહીં તે આવનારો સમય બતાવશે.
આ પણ વાંચો: ટ્રોલિંગ પછી ઉર્વશીએ સૈફ અલી ખાનની માફી માંગી, કહ્યું- ‘હું દિલગીર છું’