નેશનલ

હવે બાગેશ્વર ધામ પર ફિલ્મ બનશે,આ ફિલ્મ નિર્માતાએ કરી જાહેરાત

Text To Speech

આજના સમયમાં બાગેશ્વર ધામ એક એવું નામ છે જે દેશ જ નહીં પરંતુ હવે દુનિયા પણ જાણી ચુકી છે. બાગેશ્વર સરકારને કોઈ પરિચયની જરૂર નથી. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ હાલ દેશ અને દુનિયામાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે હવે બાગેશ્વર ધામ પર ફિલ્મ પણ બનવા જઈ રહી છે.

બાગેશ્વર ધામ પર બનશે ફિલ્મ

તાજેતરમાં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અભય પ્રતાપ સિંહે જાહેરાત કરી છે કે તેઓ હવે બાગેશ્વર ધામ સરકાર પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. ફિલ્મ નિર્માતા અભય પ્રતાપ સિંહે કહ્યું હતુ કે તેઓ આ ફિલ્મ દ્વારા દેશમાં ધાર્મિક મહત્વ, સામાજિક કાર્ય અને માનવતાવાદ ફેલાવવા માંગે છે. અભય પ્રતાપ પોતે જ આ ફિલ્મના નિર્દેશક અને લેખક હશે.આ ફિલ્મનું નિર્માણ એપીએસ પિક્ચર્સ દ્વારા કરવામાં આવશે.

બાગેશ્વર ધામ પર ફિલ્મ-humdekhengenews

આવતા મહિને શરુ થશે શૂટિંગ

ફિલ્મના ટાઇટલની વાત કરીએ તો ફિલ્મનું ટાઇટલ બાગેશ્વર ધામ જ પસંદ કરવામાં આવ્યું છે. ટાઈટલની નોંધણી પણ થઈ ગઈ છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી શરૂ થશે.ફિલ્મની રીલીઝ અંગે વાત કરતા અભય પ્રતાપ સિંહે કહ્યું હતુ કે આ વર્ષે દશેરા પર ફિલ્મને દેશભરના સિનેમાઘરોમાં લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ફિલ્મ માટે બોલીવુડના મોટા કલાકારો સાથે વાતચીત

તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું શૂટિંગ મધ્ય પ્રદેશ અને યુપીમાં થશે. તેમજ અભય પ્રતાપ સિંહે બાગેશ્વર ધામ ફિલ્મના કલાકારોને લઈને કહ્યુ હતુ કે હું હાલ તેના વિશે અત્યારે વાત કરી શકું તેમ નથી, અમે બોલીવુડના મોટા કલાકારો સાથે વાતચીત કરી રહ્યા છીએ.નામો ફાઇનલ થતાં જ અમે તેની જાહેરાત કરીશું.

 આ પણ વાંચો :ગાંધીનગર : CMની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના Google સાથે MoU, જાણો કોને થશે ફાયદો

Back to top button