ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એલ્વિશ યાદવ પર ફરી કસાયો સંકજો, EDએ મની લોન્ડરીંગ કેસમાં નોંધાવી FIR

ઉત્તરપ્રદેશ, 4 મે: Bigg Boss OTT 2 ના વિજેતા અને YouTuber Elvish Yadavની મુશ્કેલીઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ED ( એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ )એ ગૌતમ બુદ્ધ નગર પોલીસ દ્વારા તેની સામે નોંધાયેલા સાપના ઝેર સપ્લાય કેસ હેઠળ મની લોન્ડરિંગ મામલે FIR નોંધાવી છે. હકીકતમાં, એલ્વિશ યાદવની 17 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં લુસાર જેલમાં મોકલી આપ્યો હતો. જોકે, યુટ્યુબર એલ્વિશ યાદવને આ કેસમાં 5 દિવસ પછી સ્થાનિક અદાલતે જામીન આપ્યા હતા.

આ દરમિયાન, EDના એક અધિકારીએ જણાવ્યું છે કે તપાસ એજન્સીના લખનઉ યુનિટે આ રેકેટમાં મોટી સંખ્યામાં પકડાયેલી રકમને જોતાં સાપોના ઝેર સપ્લાય મામલે એલ્વિશ યાદવ અને બીજા લોકો વિરુદ્ધ PMLA(પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ) હેઠળ કેસ દાખલ કર્યો છે. EDની ટીમ એલ્વિશ યાદવ અને જુના કેસોમાં સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરી શકે છે.

મોંધીદાટ કારો અને અન્ય પ્રોપર્ટી વિશે પણ તપાસ થશે

પ્રાપ્ત માહિતી અનુસાર, EDની ટીમ યુટ્યુબર એલ્વિશ યાદવની પાસે રહેલી મોંધી દાટ કારોના કાફલા વિશે પણ પુછતાછ કરાશે. આ સાથે જ હોટલ રિસોર્ટ અને ફાર્મ હાઉસના માલિકોની પણ પુછતાછ કરવામાં આવશે.

સાપોના ઝેર સપ્લાય મામલે એલ્વિશ સહિતના લોકો સામે ચાર્જશીટ દાખલ કરાઈ

યુટ્યુબર એલ્વિશ યાદવ સામે ગુનો નોંધાયાના લગભગ 6 મહિના પછી, 6 એપ્રિલે ગૌતમ બુદ્ધ નગર પોલીસે આ કેસના સંબંધમાં એલ્વિશ યાદવ અને અન્ય 7 લોકો સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ 1,200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે સાપની દાણચોરી કરવામાં આવતી હતી અને પાર્ટીઓમાં તેમના ઝેરનો ઉપયોગ કરવામાં આવતો હતો.

એલ્વિસે તેની સામેના આરોપોને ખોટા ગણાવ્યા હતા

સુત્રો અનુસાર, નોઈડા પોલીસની ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે એલ્વિસ યાદવ સાપ સંભાળનારાઓના સંપર્કમાં હતો અને પાર્ટીના સ્થળેથી એક ઝેરી સાપ અને 20 મિલી કરાઈટ સાપનું ઝેર પણ ઝપ્ત કરવામાં આવ્યું હતું. જોકે, આ મામલે એલ્વિસ યાદવે પોતાની સામે લાગેલા તમામ આરોપોને આધારહીન અને ખોટા ગણાવ્યા હતા. આ પછી પોલીસે NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સં)એક્ટ હેઠળ આ એક ભુલ હતી એમ કહીને એલ્વિશ  સામેના તમામ આરોપો કાઢી નાખ્યા હતા.

આ પણ વાંચો: ઉત્તરાખંડના જંગલોમાં આગ લગાડનારા અત્યાર સુધીમાં 10 આરોપીઓ ઝડપાયા

Back to top button