ટ્રેન્ડિંગધર્મ

માયાવી ગ્રહ કેતુની 63 દિવસ સુધી 3 રાશિઓ પર શુભ દ્રષ્ટિ, ખુશીઓ મળશે

  • કેતુ ગોચર લોકોના જીવન પર લાંબા સમય સુધી પ્રભાવ પાડે છે. હવે કેતુએ નક્ષત્ર પરિવર્તન કર્યું છે. કેતુ હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યો છે

જ્યોતિષીમા કેતુને છાયા ગ્રહ કે માયાવી ગ્રહ માનવામાં આવે છે. કેતુને અશુભ ગ્રહ પણ કહેવાય છે. શનિ-રાહુની જેમ કેતુ પણ લોકોના જીવન પર નકારાત્મક પ્રભાવ પાડે છે. રાહુ અને કેતુનું ગોચર લગભગ દોઢ વર્ષે થાય છે. આ ગ્રહ હંમેશા વક્રી એટલે કે ઉલ્ટી ચાલ ચાલે છે. કેતુ ગોચર લોકોના જીવન પર લાંબા સમય સુધી પ્રભાવ પાડે છે. હવે કેતુએ નક્ષત્ર પરિવર્તન કર્યું છે. કેતુ ગોચર કરીને હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યો છે.

છાયા ગ્રહ કેતુએ 8 જુલાઈ 2024ના રોજ હસ્ત નક્ષત્રના ત્રીજા તબક્કામાંથી નીકળીને બીજા તબક્કામાં પ્રવેશ કર્યો છે. કેતુના નક્ષત્ર પરિવર્તનનો પ્રભાવ તમામ 12 રાશિ પર પડે છે. કેતુના નક્ષત્ર પરિવર્તનથી ત્રણ રાશિના લોકોને સૌથી વધુ લાભ મળશે. કેતુનું ગોચર કેટલીક ભાગ્યશાળી રાશિઓના જીવનમાં અપાર ધન અને સફળતા અપાવશે.

માયાવી ગ્રહ કેતુની 63 દિવસ સુધી 3 રાશિઓ પર શુભ દ્રષ્ટિ, ખુશીઓ મળશે hum dekhenge news

મેષ રાશિ

કેતુનું હસ્ત નક્ષત્રમાં ગોચર મેષ રાશિના જાતકો માટે અત્યંત શુભ સાબિત થશે. સાહસ અને પરાક્રમમાં વધારો થશે. અનેક કાર્યોમાં સારા પરિણામ મળશે. તમારી કરિયરમાં પણ ફાયદો થશે. આવકમાં વધારો કરવાની તક મળશે. પરિણિત જાતકો માટે આ સમય સારો રહેશે. નવું વાહન કે સંપતિ ખરીદવા માટે ઈચ્છતા લોકો માટે આ સમય સારો રહેશે. રોકાયેલા નાણા પરત મળશે. તમારું કોઈ સપનું સાચું પડી શકે છે.

વૃષભ રાશિ

કેતુનું હસ્ત નક્ષત્રમાં હોચર વૃષભ રાશિના જાતકોના જીવનમાં સૌભાગ્ય લઈને આવશે. આ સમયગાળામાં આવકમાં વધારો થશે અને આવકના નવા સ્ત્રોત પણ ખુલશે. નોકરીમાં બઢતીના ચાન્સ છે. મુશ્કેલ કાર્યોમાં સફળતા મેળવવા માટે સમય અનુકુળ રહેશે. આ દરમિયાન પૈસા બચાવવામાં તમે સફળ થઈ શકશો. તમારી કમાણી વધશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. વાહન અને સંપતિની ખરીદીના યોગ છે. નવી નોકરી શોધી રહેલા જાતકો માટે પણ આ સમય અનુકુળ રહેશે.

મકર રાશિ

કેતુનુ હસ્ત નક્ષત્રમાં ગોચર મકર રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિણામ આપશે. તેનાથી મકર રાશિના જાતકોને અચાનક ધનલાભ થઈ શકે છે. તમારી ઉર્જાનું સ્તર વધશે. વ્યવસાયીઓ માટે ફળદાયક સાબિત થશે. રોકાણનું સારું રિટર્ન મળશે. પરિવારના સભ્યો સાથે સંબંધો મધુર થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.

આ પણ વાંચોઃ શ્રાવણ મહિનો ક્યારે શરૂ થશે? જાણો પહેલો સોમવાર અને શિવજીને પ્રસન્ન કરવાના ઉપાય

Back to top button