એલોન મસ્કની વધશે મુશ્કેલીઓ : સગર્ભા કર્મચારીએ કેસ કરવાની આપી ધમક
વિશ્વના સૌથી મોટા અમીર એલોન મસ્કે ટ્વિટરનો હવાલો સંભાળતાની સાથે જ અડધા કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. કર્મચારીઓએ મસ્કના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે. બરતરફ કરાયેલા કર્મચારીઓમાં એક સગર્ભા મહિલા કર્મચારીનો પણ સમાવેશ થાય છે. જેણે મસ્કને કોર્ટમાં ખેંચી જવાની ધમકી આપી છે.
આ પણ વાંચો : સાયન્સ સિટી ખાતે મોટી સંખ્યામાં લોકોએ ટેલિસ્કોપથી માણ્યું ચંદ્રગ્રહણ : જુઓ તસવીરો
વિશ્વના સૌથી મોટા અમીર ઈલોન મસ્કની મુશ્કેલીઓ ફરી વધી શકે છે. મસ્કે એપ્રિલમાં ટ્વિટર ખરીદવા માટે $44 બિલિયનનો સોદો કર્યો હતો અને પછી પીછેહઠ કરી હતી. તેણે એક પછી એક ઝડપી નિર્ણયો લીધા હતા. સૌથી પહેલા ભારતીય મૂળના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ચાર ટોચના અધિકારીઓને હાંકી કાઢવામાં આવ્યા હતા. પછી તેણે કંપનીનું બોર્ડ વિખેરી નાખ્યું. આ પછી, મસ્કે ટ્વિટરના અડધા કર્મચારીઓને છૂટા કરી દીધા.
ગર્ભવતી મહિલાએ આપી ધમકી
ટ્વિટર પરથી હટાવવામાં આવેલા કર્મચારીઓમાં ઘણી ગર્ભવતી મહિલાઓ પણ સામેલ છે. આમાંથી એક મહિલાએ મસ્કને કોર્ટમાં ખેંચી જવાની ધમકી આપી છે. તેણે ટ્વિટ કર્યું, ‘સી યુ ઈન ધ કોર્ટ’ જોકે, ટ્વિટરે તેની ટ્વીટ હટાવી દીધી હતી. આ મહિલાનું નામ શેનન લુ છે. તેણીએ ટ્વિટર પર ડેટા સાયન્સ મેનેજરનું પદ સંભાળ્યું હતું. તાજેતરમાં કંપનીએ વિશ્વભરમાં 3700 કર્મચારીઓની છટણી કરી હતી. તેમની વચ્ચે શેનેન લુ પણ હતા. ડેઈલીમેઈલના એક અહેવાલ મુજબ, શેનેન લુ આ વર્ષે જાન્યુઆરીથી ટ્વિટરમાં કામ કરતાં હતા.
કોર્ટમાં ખેંચી જવાની ટ્વીટરને ધમકી
શેનેન લુએ લખ્યું, ‘ટ્વીટર પર મારી સફર ત્યારે સમાપ્ત થઈ જ્યારે હું છ મહિનાની ગર્ભવતી છું.’ લુએ અન્ય એક ટ્વિટમાં લખ્યું, ‘આ ભેદભાવ છે. હું તેની સામે લડીશ. છેલ્લા ક્વાર્ટરમાં મારું પ્રદર્શન સારું રહ્યું છે. હું જાણું છું કે અન્ય મેનેજરો પાસે મારા જેટલા સારા રેટિંગ નથી.. ‘સી યુ ઈન ધ કોર્ટ’ શેનેન લુની જેમ રશેલ બોન પણ ટ્વિટરની છટણીનો શિકાર બની છે. તે પણ આઠ મહિનાની ગર્ભવતી છે. તે કંપનીની સાન ફ્રાન્સિસ્કો ઓફિસમાં કન્ટેન્ટ માર્કેટિંગ મેનેજર હતી. હાંકી કાઢવામાં આવ્યા પછી, તેણે તેના નવ મહિનાના બાળકને હાથમાં પકડીને તેનો ફોટો પોસ્ટ કર્યો. તેમાં તેણે લખ્યું હતું કે, ‘ટ્વિટર વાસ્તવમાં ટ્વિટર હતું.’