ટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

ઈલોન મસ્કનો 4.67 લાખ કરોડનો પગાર! ટેસ્લાના શેરધારકોએ આપી મંજૂરી

Text To Speech
  • ઈલોન મસ્ક વિશ્વના સૌથી અમીર અબજોપતિ છે અને જેમની સંપત્તિ 207 અબજ ડોલર છે

HD ન્યૂઝ ડેસ્ક, 14 જૂન: ટેસ્લાના શેરધારકોએ CEO ઈલોન મસ્કના $56 બિલિયન (લગભગ રૂ. 4.67 લાખ કરોડ)ના પગાર પેકેજને મંજૂરી આપી છે. અમેરિકાના કોર્પોરેટ ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ CEOને પગાર તરીકે આટલી મોટી રકમ મળશે. ઉલ્લેખનીય છે કે, ટેસ્લા એક અમેરિકન ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની છે. તે ભારતીય બજારમાં પ્રવેશવાની યોજના પર પણ કામ કરી રહી છે. તે જ સમયે, ઈલોન મસ્ક વિશ્વના સૌથી અમીર અબજોપતિ છે અને તેમની સંપત્તિ 207 અબજ ડોલર છે.

શેરધારકો દ્વારા પગાર પેકેજ મંજૂર

કેટલાક મોટા સંસ્થાકીય રોકાણકારો અને પ્રોક્સી કંપનીઓના વિરોધ છતાં, ટેસ્લાના શેરધારકોએ ઈલોન મસ્કના પગાર પેકેજને લીલી ઝંડી આપી હતી. જો કે, હજુ પણ આ સેલરી પેકેજમાં ઘણી ગૂંચવણો છે. હકીકતમાં, 2018 થી, ડેલવેર કોર્ટમાં પગાર પેકેજને લગતો કેસ પણ ચાલી રહ્યો છે. કેટલાક કાનૂની નિષ્ણાતો માને છે કે, ટ્રાયલ કેટલાક મહિનાઓ સુધી ચાલી શકે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં જ મસ્કને આ પેકેજ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ જજે તેને “અમાપ(ખૂબ જ)” ગણાવીને પેકેજને અમાન્ય કરી દીધું હતું.

મસ્કને પેકેજ પર નવા મુકદ્દમાનો પણ સામનો કરવો પડી શકે છે. આ કિસ્સામાં, ન્યાયાધીશે ટેસ્લાના બોર્ડની ટીકા કરતા કહ્યું કે, આ યોજના વિવાદાસ્પદ બોર્ડ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી. એક બોર્ડ જેના ટોચના સભ્યો ઈલોન મસ્ક સાથે ગાઢ અંગત અને નાણાકીય સંબંધો ધરાવતા હતા.

ઈલોન મસ્ક પણ શેરધારકોની મીટિંગમાં રહ્યા હાજર

શેરધારકો દ્વારા પગાર પેકેજની મંજૂરીના પ્રસંગે ઈલોન મસ્ક પણ હાજર હતા. ટેક્સાસ ઑસ્ટિનમાં વાર્ષિક શેરહોલ્ડર મીટિંગમાં ઈલોન મસ્કે પોતાને આશાવાદી ગણાવ્યા. મસ્કે કહ્યું કે, જો હું આશાવાદી ન હોત તો આ કંપની અસ્તિત્વમાં ન હોત. આ બેઠકમાં કંપનીના કાનૂની મુખ્યાલયને ડેલવેરથી ટેક્સાસમાં શિફ્ટ કરવાના નિર્ણયને પણ મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ જુઓ: …છતાં નરેન્દ્ર મોદીનો જાદુ યથાવત્ઃ એકેય આંતરરાષ્ટ્રીય નેતા નજીક પણ નથી!

Back to top button