ટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

ઈલોન મસ્કની ન્યુરાલિંકે લગાવી માનવ મગજમાં ચિપ

Text To Speech

અમેરિકા, 30 જાન્યુઆરી : ટેસ્લા અને એક્સના માલિક ઈલોન મસ્ક ફરી એકવાર તેમની નવી કંપની ન્યુરાલિંક સાથે ચર્ચામાં છે. તેમના સ્ટાર્ટઅપ ‘Neuralink’એ પ્રથમ માનવ દર્દીના મગજમાં ચિપ લગાવી છે. ઈલોન મસ્કે આ માહિતી X(ટ્વિટર) આપતા કહ્યું કે, ગઈકાલે તેના ન્યુરાલિંક સ્ટાર્ટઅપે તેના પ્રથમ માનવ દર્દીના મગજમાં ચિપનું પ્રત્યારોપણ કર્યું છે.અને તે સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે. તેના પ્રારંભિક પરિણામો આશાસ્પદ છે.

મસ્ક દ્વારા 2016 માં સહ-સ્થાપિત ન્યુરોટેકનોલોજી કંપનીનો હેતુ મગજ અને કમ્પ્યુટર્સ વચ્ચે સીધો સંચાર ચેનલ બનાવવાનો છે. ન્યુરાલિંકની ટેક્નોલોજી મુખ્યત્વે ‘લિંક’ નામના ઇમ્પ્લાન્ટ દ્વારા કામ કરશે – પાંચ સિક્કાના કદનું ઉપકરણ જેને સર્જરી દ્વારા માનવ મગજની અંદર દાખલ કરવામાં આવશે.

કંપની દ્વારા ગયા વર્ષે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે તેને લોકોમાં બ્રેઈન ઈમ્પ્લાન્ટનું પરીક્ષણ કરવા માટે અમેરિકન રેગ્યુલેટર્સ પાસેથી મંજૂરી મળી ગઈ છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ તેને માનવીય ક્લિનિકલ ટ્રાયલ માટે લીલી ઝંડી આપી હતી.

આ ઉપરાંત, કેલિફોર્નિયા સ્થિત ન્યુરાલિંક પાસે 400 થી વધુ કર્મચારીઓ હતા અને તેમણે ઓછામાં ઓછા $363 મિલિયન એકત્ર કર્યા હતા, ન્યુરાલિંકનો હેતુ ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી પીડિત લોકો માટે તેનું જીવન સરળ બનાવવાનો છે.

આ પણ વાંચો : મિની સ્ટ્રોકનાં લક્ષણો શું છે, તેને કઈ રીતે ઓળખી શકાય?

Back to top button