ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

SpaceXએ મોબાઈલ કનેક્ટિવિટી માટે લોન્ચ કર્યા સેટેલાઈટ્સ, અંતરિક્ષમાં ‘મોબાઈલ ટાવર’!

Text To Speech

એલોન મસ્કની આગેવાની હેઠળ SpaceXએ સાર્વત્રિક મોબાઇલ ફોન કનેક્ટિવિટીની સુવિધા આપવાના હેતુથી ઉપગ્રહોના પ્રથમ સેટને લોન્ચ કરીને વૈશ્વિક સંચારની દુનિયામાં એક ક્રાંતિકારી પગલું ભર્યું છે.

SpaceXએ અંતરક્ષિમાં મોબાઈલ સેટેલાઈટ મોકલ્યો

SpaceX દ્વારા લોન્ચ કરાયેલા આ ઉપગ્રહોમાં 21 આધુનિક અદ્યતન સ્ટારલિંક ઉપગ્રહોએ ઉડાન ભરી હતી, જેમાંથી 6 ઉપગ્રહો નવીન ‘ડાયરેક્ટ ટુ સેલ’ સેવાને ટેકો આપવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા હતા. એલોન મસ્કની કંપની SpaceXએ 2022માં આ 6 વિશેષ ઉપગ્રહોની જાહેરાત કરી હતી.

આ સેટેલાઈટનું શું થશે?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સેટેલાઈટ વિશે માહિતી આપતી વખતે સ્પેસએક્સે કહ્યું કે આ 6 ઉપગ્રહો ડાયરેક્ટ ટુ સેલ ક્ષમતા સાથે મિશન પર ગયા છે. જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક કનેક્ટિવિટી સુધારવા અને ડેડ ઝોનને દૂર કરવાનો છે.

એલોન મસ્કે શું કહ્યું?

SpaceXના માલિક એલોન મસ્કએ ફરીથી પોસ્ટ કરી અને કહ્યું કે, આ સાથે, પૃથ્વી પર ગમે ત્યાં મોબાઇલ ફોન કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. આ નવા મિશનની સફળતા પછી, પ્રારંભિક તબક્કામાં યુનાઇટેડ સ્ટેટ્સની અંદર T-Mobileના નેટવર્ક પર સામાન્ય 4G LTE ફોન પર પરીક્ષણ કરવામાં આવશે. જો આ પરીક્ષણો સફળ થશે, તો ટેક્સ્ટ મેસેજિંગ સેવા આ વર્ષના અંતમાં ઘણા દેશોમાં લાઇવ થઈ જશે.

2025 સુધીમાં SpaceXની યોજના શું છે?

ભવિષ્યમાં સેવાઓનો વિસ્તાર કરવા માટે SpaceX 2025 સુધીમાં ટેક્સ્ટ મેસેજિંગ તેમજ વૉઇસ, ડેટા અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (IoT) કનેક્ટિવિટી સક્ષમ કરવાની યોજના ધરાવે છે. આ તમામ સુવિધાઓ ડાયરેક્ટ ટુ સેલ સેટેલાઇટના સફળ સક્રિયકરણ પછી શરૂ કરવામાં આવશે.

Back to top button