ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

એલોન મસ્કે X પર મોટો ફેરફાર કરતા સમાપ્ત થયું Twitterનું અસ્તિત્વ

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક, 17 મે: સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ X પર મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ વેબસાઇટનું URL બદલવામાં આવ્યું છે. એલોન મસ્કે જાતે  જ યુઝર્સને આ અંગે જાણકારી આપી છે. આ સાથે, એલોન મસ્ક લગભગ સંપૂર્ણપણે Twitterને દૂર કરી કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી એલોન મસ્કે Twitter ખરીદ્યું છે ત્યારથી ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે. X વેબસાઇટની શૈલી પણ હવે નવી લાગે છે.

હવે X પ્લેટફોર્મની વેબસાઇટ URL માં twitter.com ને બદલે x.com લખેલું જોવા મળે છે. કંપનીએ કહ્યું છે કે અમે URL માં ફેરફાર કરી રહ્યા છીએ પરંતુ તમારી પ્રાઈવસી અને ડેટા પ્રોટેક્શનમાં કોઈ ફેરફાર થશે નહીં અને તે પહેલાની જેમ જ રહેશે. X વેબસાઈટ પર ગોપનીયતા નીતિ જોવા માટેની લિંક પણ આપવામાં આવી છે. મસ્કના આવ્યા પછી Twitter પર ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે. આ સાથે Twitter પરથી પ્રખ્યાત વાદળી પક્ષીનો લોગો પણ હટાવી દેવામાં આવ્યો છે.

 એલોન મસ્કે કર્યા ઘણા મોટા ફેરફાર

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી યુઝર્સ X પર જવા માટે Twitter.com નો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે યુઝર્સ X.com પરથી વેબસાઈટ એક્સેસ કરી શકશે. એલોન મસ્કે ઓક્ટોબર 2023માં 44 બિલિયન ડૉલરમાં X પ્લેટફોર્મ ખરીદ્યુ હતું. આ પછી મસ્કે લોગો સહિત ઘણા મોટા ફેરફાર કર્યા હતા. મસ્કે બ્લુ સબસ્ક્રિપ્શન સેવા પણ શરૂ કરી. બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન સર્વિસની શરૂઆત સાથે, ઘણા મોટા સેલેબ્સનું બ્લુ ટિક એકાઉન્ટ ડિલીટ કરવામાં આવ્યું હતું, આ પછી ઘણા યુઝર્સે ચાર્જ ચૂકવીને  Xનું સબસ્ક્રિપ્શન લીધું હતું.

આ પણ વાંચો: એલોન મસ્કની મોટી જાહેરાત, હવે વિશિષ્ટ X યુઝર્સને ફ્રીમાં મળશે બ્લુ ટિક

Back to top button