નવી દિલ્હીઃ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં ગણાતા ટેસ્લાના ચીફ એલન મસ્કે આખરે ટ્વિટર ખરીદી લીધું છે. આ ડીલ અંગેની માહિતી કંપની દ્વારા આપવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે, 44 બિલિયન યુએસ ડોલર એટલે અંદાજે 3368 અરબ રૂપિયામાં કરવામાં આવી છે. લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર ખરીદવા માટે ઈલોન મસ્ક સાથેની ડીલ લગભગ ફાઈનલ થઈ ગઈ છે. આ દરમિયાન ટેસ્લા ચીફનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટ પછી નિષ્ણાતો માની રહ્યા છે કે, બંને કંપનીઓ વચ્ચે ડીલ થઈ ગઈ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક એલોન મસ્કે ટ્વિટરને કબ્જે કરી લીધું છે!
મારા સૌથી ખરાબ ટીકાકારો પણ ટ્વિટર પર રહેશે
એલોન મસ્કે ટ્વીટ કર્યું, ‘હું આશા રાખું છું કે મારા સૌથી ખરાબ ટીકાકારો પણ ટ્વિટર પર જ રહે, કારણ કે સ્વતંત્ર ભાષણનો અર્થ આ જ છે.’ મસ્કનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. અગાઉ એવા સમાચાર હતા કે, ટ્વિટર પ્રતિ શેર $54.20ના રોકડ ભાવે એલોન મસ્કના હાથમાં જઈ શકે છે. અહેવાલો અનુસાર, ટ્વિટર સોદો પૂર્ણ કરવાની નજીક હતું. આ એ જ કિંમત છે જે એલોન મસ્કે ટ્વિટર પર ઓફર કરી હતી. મસ્ક વતી કહેવામાં આવ્યું હતું કે આ તેમની તરફથી શ્રેષ્ઠ અને અંતિમ ઓફર છે.
મોડી રાતે ડીલ ફાઇનલ થવાની જાહેરાત
ટ્વિટરે શેરધારકોને ટ્રાન્ઝેક્શનની ભલામણ કરવા બોર્ડ મીટિંગ બાદ સોમવારે મોડી રાત્રે $43 બિલિયનના સોદાની જાહેરાત કરી હતી. એલોન મસ્કે ગયા અઠવાડિયે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરને $43 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી હતી. જ્યારથી તેણે ટ્વિટર ખરીદવાની ઓફર કરી હતી ત્યારથી મસ્ક આ ડીલ માટે કંપની પર દબાણ કરી રહ્યો હતો. વોલ સ્ટ્રીટ જર્નલના સમાચાર અનુસાર, ડીલને લઈને મસ્ક અને ટ્વિટર વચ્ચે બેઠક થઈ હતી. ત્યારથી નક્કી કરવામાં આવ્યું હતું કે ટ્વિટરે મસ્કની ઓફર સ્વીકારવાનું મન બનાવી લીધું છે.
મસ્ક ટ્વિટરના 9.2% શેર ધરાવે છે
ટેસ્લા ચીફ એલોન મસ્ક હાલમાં ટ્વિટરમાં 9.2 ટકા હિસ્સો ધરાવે છે. એલોન મસ્કે થોડા સમય પહેલા ટ્વિટરમાં આ હિસ્સો ખરીદ્યો હતો. આ સાથે મસ્ક ટ્વિટરના સૌથી મોટા શેરહોલ્ડર બન્યા. જો કે, બાદમાં વેનગાર્ડ ગ્રૂપ દ્વારા રાખવામાં આવેલા ફંડે ટ્વિટરમાં 10.3 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ રીતે તે કંપનીનો સૌથી મોટો શેરધારક બન્યો.