ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ભારતની મુલાકાત રદ કરીને Elon Musk અચાનક ચીનની મુલાકાતે, જાણો શું છે સમગ્ર મામલો

Text To Speech

શાંઘાઈ (ચીન), 28 એપ્રિલ: Teslaના CEO એલોન મસ્ક રવિવારે ચીનની મુલાકાતે પહોંચી ગયા છે. ચીન ઇલેક્ટ્રિક વ્હીકલ જાયન્ટનું ટેસ્લા માટે સૌથી મોટું માર્કેટ છે. મસ્કની ચીનની ઓચિંતી મુલાકાતના સમાચાર તેમના ભારત પ્રવાસ રદ થયાના એક અઠવાડિયા પછી આવ્યા છે. અગાઉ એલોન મસ્ક PM મોદી સાથે મુલાકાત કરવાના હતા અને ભારતીય બજારમાં પ્રવેશવાની યોજના જાહેરાત કરવાના હતા. જો કે, મસ્ક ભારતને બદલે ચીન પહોંચી જતા કેટલાક સવાલો ઊભા થયા છે.

વેચાણ વધારવાના હેતુથી મસ્ક ચીનની મુલાકાતે

અહેવાલ મુજબ, ફુલ-સેલ્ફ ડ્રાઇવિંગ (FSD) સૉફ્ટવેરના રોલઆઉટ અંગે ચર્ચા કરવાના હેતુથી મસ્ક ચીનની મુલાકાતે ગયા છે. જ્યાં તેઓ ઑટોમેટિક ડ્રાઇવિંગ ટેક્નોલોજી માટે એલ્ગોરિધમ્સની તાલીમ માટે દેશમાં એકત્રિત ડેટા ટ્રાન્સફર કરવાની મંજૂરી મેળવવા માટે બેઇજિંગમાં વરિષ્ઠ ચાઇનીઝ અધિકારીઓને મળશે. ટેસ્લાએ 2021થી તેના ચાઇનીઝ ફ્લીટ્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા ચાઇનીઝ રેગ્યુલેટર્સના નિયમો અનુસાર શાંઘાઇમાં સંગ્રહિત કર્યો છે અને તેને યુએસમાં ટ્રાન્સફર કર્યો નથી.

Tesla કંપની તેના બંને મુખ્ય બજારો અમેરિકા અને ચીનમાં ઇલેક્ટ્રિક વાહનોના ધીમા વેચાણ સાથે ઝઝૂમી રહી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, એલોન મસ્કની મુલાકાતને વિશ્વના બીજા સૌથી વધુ વસ્તીવાળા દેશમાં ઇલેક્ટ્રોનિક વાહનોના વેચાણને પ્રોત્સાહન આપવાના પગલા તરીકે જોવામાં આવી રહી છે.

સપ્તાહ પહેલાં મસ્કે ભારતનો પ્રવાસ રદ્દ કર્યો

અત્રે ઉલ્લેખનીય છે Teslaના CEO એલોન મસ્કે તાજેતરમાં ભારતનો પ્રવાસ રદ્દ કર્યો છે. અને હવે તેઓ એક સપ્તાહ બાદ ચીન ગયા છે. ભારતમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા અને સાઉથ એશિયાના ટેસ્લાના એન્ટ્રીની યોજનાની જાહેરાત કરવાના હતા. મસ્કે ગયા વર્ષે જૂનમાં કહ્યું હતું કે, તેઓ 2024માં ભારત જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે, ઇલેક્ટ્રિક કાર બનાવનારી કંપની ભારત આવશે અને શક્ય તેટલી વહેલી તકે અહીં પ્રવેશ કરશે. આ ઉપરાંત પીએમ મોદીએ મસ્કને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

આ પણ વાંચો: ઈલોન મસ્કની ભારત મુલાકાત મોકૂફ, જાણો ક્યાં કારણે કર્યો ફેરફાર

Back to top button